31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના સમાં-સાવલી રોડ પર આવેલા ટ્રિગ્નો પીઝા ભીષણ આગ લાગી

વડોદરા શહેરના સમાં-સાવલી રોડ પર આવેલા ટ્રિગ્નો પીઝામા ભીષણ આગનો બનાવ સામે આવ્યો છે. જેમાં સિદ્ધાર્થ એલેક્ઝી ફોર જગદીશ ફરસાણની ઉપર આવેલી ટ્રિગ્નો પીઝામા રેસ્ટોરન્ટમાં આગ લાગી દોડધામ મચી ગઈ હતી. બીજા માળે લાગેલી આગ ત્રીજા માળ સુધી પહોંચી ગઈ હતી. બનાવની જાણ થતાં પાણીગેટ અને ટીપી 13 ફાયર સ્ટેશનની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. હાલ મહદઅંશે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, બીજા માળે આવેલી ટ્રિગ્નો પીઝામા રેસ્ટોરન્ટમાં આગ લાગતાં જે ત્રીજા માળે આવેલી અવની વિમેન્સ હોસ્પિટલ સુધી પહોંચી ગઈ હતી. ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવી કુલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આગની જાણ થતાં જ ફાયર વિભાગ અને પોલીસની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી. સવારનો સમય હોવાથી મોટી જાનહાનિ ટળી છે. ભિષણ આગના કારણે બિલ્ડિંગના કાચ ધડાકા સાથે તૂટી પડ્યા હતાં. હજુ સુધી કોઈ જાનહાનિની માહિતી મળી રહી નથી

Related posts

નસવાડીમાં એમજીવીસીએલની બાકી બિલ વસૂલાત માટે પોલીસ કાફલા સાથે કાર્યવાહી – વિસ્તારમાં ભારે ચર્ચા

admin

વડોદરાના વારસિયા રીંગ રોડ પર આવેલ સંજય નગરમાં આવાસ યોજનાના ગરીબ લાભાર્થીઓ સાથે છેતરપિંડીનો આક્ષેપ

admin

વડોદરા શહેરના નવીધરતી બુસ્ટરમાં લીકેજ થવાના કારણે રોડ પર પાણીની નદી વહેતી થઈ

admin

Leave a Comment