મહિલા સશક્તિકરણને સશકત બનાવવાનાં હેતુથી ફિક્કી ફલો વડોદરા દ્વારા આરિસો અંતર્ગત મહિલાઓ દ્વારા તૈયાર કરાયેલી ચીજ વસ્તુઓનું પ્રદશન કમ સેલનું અયોજન કરવામાં આવ્યું છે.
વડોદરાની ફિક્કી ફલો ગર્વભેર તેના અનોખા લાઈફસ્ટાઈલ બજાર આરિસો 4.0નું આયોજન કયુ છે. જેનો આજે પ્રારંભ થયો હતો.આ ચોથું સંસ્કરણ રુચિસભર વૈભવ, સમજદારીભર્યા વપરાશ અને સમુદાય સશક્તિકરણનું પ્રતીક બની ગયું છે.આ વર્ષે,આરિસો 4.0 ની ટીમે અવની પટેલ અને વિશ્વા વેઇરના માર્ગદર્શન હેઠળ ભારતભરથી 38 થી વધુ કસ્ટમાઇઝ્ડ બ્રાન્ડ્સનું એક વિશિષ્ટ કલેક્શન રજૂ કર્યું છે.આ બ્રાન્ડ્સ ફેશન, જ્વેલરી, હોમ ડેકોર, ગૌમે ફૂડ, વેલનેસ, ફૂટવેર, સસ્ટેનેબિલિટી અને કોનશિયસ લિવિંગજેવી વિવિધ કેટેગરીઓને આવરી લે છે.દરેક બ્રાન્ડને હસ્તકલા અને નવીનતાના સમન્વયથી પસંદ કરવામાં આવી છે. આ ઇવેન્ટમાં લાઈવસેશન,ડિઝાઈનરઈન્ટરઍક્શનઅનેપોપ-અપ્સ પણ હશે,જે સૌંદર્યશાસ્ત્ર સાથે ઉદ્દેશ્યને પણ જોડે છે.આરિસો માત્ર ખરીદીનું મંચ ન રહેતા,મહિલાઓ દ્વારા નેતૃત્વ ધરાવતા વ્યવસાયો અને વિચારશીલ ઉદ્યોગસાહસિકતાને ઉજાગર કરતું એક આંદોલન બની રહે છે.ઉદ્દેશ્યપૂર્ણ પ્લેટફોર્મ એફએલઓ વડોદરાની વ્યાપક દ્રષ્ટિ આરિસો 4.0 માત્ર લાઇફસ્ટાઇલ શોકેસ નથી. તે FLO વડોદરાના વિશાળ દ્રષ્ટિકોણનું પ્રતિબિંબ છે.જે મહિલાઓને સશક્ત બનાવવા અને ટકાઉ ઇકોસિસ્ટમ રચવામાં વિશ્વાસ રાખે છે.આ ઉપક્રમે ઊભી કરાયેલી ફંડ અને જાગૃતિ નીચેના કાર્યક્ષેત્રોમાં ઉપયોગમાં લેવાય છે.આરિસો 4.0 માત્ર એક પ્રદર્શન નથી, પરંતુ મહિલા સશક્તિકરણ અને સમાજ ઉત્થાન માટે ફ્લો વડોદરાની પ્રતિબદ્ધતાનું જીવંત ઉદાહરણ છે.

