Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાને લઈને બોડેલી ખાતે વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા ઉગ્ર વિરોધ

 જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાને લઈને બોડેલી ખાતે વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા ઉગ્ર વિરોધ સાથે મૃતક હિંદુ ભાઈઓને શ્રદ્ધાંજલિ સાથે આતંકવાદીઓ નાં પૂતળાનું દહન કરાયું..

બોડેલીનાં અલીપુરા ચોકડી ખાતે સમગ્ર બોડેલીના નગરજનો દ્વારા અને વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા કાશ્મીરના પહેલ ગામમાં બનેલી દુઃખદ ઘટનાને વખોડી કાઢી બનેલી દુઃખદ ઘટનામાં જે પ્રવાસીઓ કે જે નિર્દોષ પ્રવાસીઓ હતા એ પ્રવાસીઓ ઉપર આતંકવાદીઓએ ગોળીબાર કરી અને મોતને ઘાટ ઉતાર્યા છે. એવા મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ આપવા માટેની એક શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતુ.  મૃતાત્માઓને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી અને મૌન પાડી તેમના આત્માને શાંતિ મળે એ માટેની પ્રાર્થના કરવામાં આવી તેમજ આતંકવાદીના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતુ. 

 નગરજનોમાં ખૂબ જ આક્રોશ જોવા મળ્યો કારણ કે હથિયાર વગરના પ્રવાસીઓ ઉપર અચાનક ગોળીબાર કર્યો છે, તે ખરેખર નિંદનીય કૃત્ય છે. અને આ નામર્દાનગી ભર્યું એમનું કૃત્ય છે. આતંકવાદીઓનો ખાત્મો બોલાવી વારંવાર થતાં આતંકવાદી હુમલાઓને ધરમૂળથી નષ્ટ થાય એવું નક્કર પગલું સરકાર ભરે અને એમની જ ભાષામાં એમને જવાબ આપે એવી લોક લાગણી અને માંગણી જાગી છે. આજે આક્રોશ સાથે આતંકવાદી મુર્દાબાદ , જો હમસે ટકરાયેગા વો મિટ્ટી મેં મિલ જાયેગા.. , હિન્દુસ્તાન જિંદાબાદ અને ભારત માતાકી જયના નારા સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું, ખૂબ જ વિશાળ સંખ્યામાં સ્વયંભૂ રીતે આજે આ શ્રદ્ધાંજલિ સભામાં લોકો ઉમટી પડ્યા હતા.

Related posts

ડભોઇના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા ખેડૂતોને પાક નુકશાનીનું વળતર આપવા માટે પત્ર લખ્યો

admin

વડોદરાના માંજલપુરમાં બસ અને પાણીના ટેન્કર વચ્ચે અકસ્માત, ટેન્કર ધોબીની લારીમાં ઘુસી ગયું

admin

વડોદરા જિલ્લાના સાવલી તાલુકા ના ગોઠડા વિકાસ વિદ્યાલય ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરાઈ

admin

Leave a Comment