33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
ગુજરાતપાદરાવડોદરા જિલ્લો

આખરે ત્રીજા દિવસે પણ મંત્રી સાહેબ આવ્યા ખરા બ્રિજ તૂટી પડવાની ઘટના સંદર્ભે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સ્થળની મુલાકાત લીધી

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે માર્ગ અને મકાન વિભાગની આ સમિતિ દ્વારા 30 દિવસમાં વિસ્તૃત અહેવાલ આપવામાં આવશે. તેના ટેકનિકલ અને વહીવટી કારણો સાથેનો તપાસ અહેવાલ મુખ્યમંત્રીને સોંપવામાં આવશે. બાદમાં તેના આધારે અન્ય નિર્ણયો લેવામાં આવશે.પ્રાથમિક દ્રષ્ટિએ જ્યાં પણ બેદરકારી ધ્યાને આવી, એ માટેના જવાબદાર માર્ગ અને મકાન વિભાગના ચાર અધિકારીઓને રાજ્ય સરકારે ફરજ મોકૂફી હેઠળ મૂક્યા છે.હજુ પણ જે પગલાં લેવા પડશે, એ પગલાં રાજ્ય સરકાર ચોક્કસ લેશે.તેમણે જણાવ્યું કે, હાલમાં બ્રિજ દુર્ઘટનામાં શોધખોળ કામગીરી અંતિમ તબક્કામાં છે.અંદર પડેલા વાહનો બહાર કાઢવામાં આવ્યા છે. હતભાગીઓનાં મૃતદેહો તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. સમગ્ર તંત્રએ ત્વરિત અને સંવેદના સાથે કામગીરી કરી છે.

Related posts

બીજેપી વડોદરા મહાનગર દ્વારા ડ્રોનની માધ્યમ મધ્યમથી વણીકરણ અને વૃક્ષારોપણ કાર્યક્રમ

admin

રસ્તા પરથી મળેલ ચેક અને ડિમાન્ડ ડ્રાફ્ટ પાલિકામાં જમા કરાવતો જાગૃત યુવક

admin

ડભોઈ શોભાનાં ગાંઠિયા જેવી 120 લાઈટો ! કરોડના બ્રિજ પર અંધારપટ તંત્ર કયારે જાગશે..

admin

Leave a Comment