વડોદરા: સિટી પી. સ્ટેશન અને વારાસિયા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા સાઈબાબા નગર વિસ્તારમાં મોડી રાત્રે અંજાન ભયુતોએ ખુલ્લા પ્લોટમાં પાર્ક કરેલી અનેક ફોર વ્હીલર ગાડીઓને આગ લગાવી હોવાનો સંદેહ ઉઠ્યો છે. અચાનક લાગી ગયેલી આ આગે સ્થાનિકોમાં ભારે ભય અને દહેશતનો માહોલ સર્જાયો.
ઘટનાની જાણ થતા તરત જ સ્થાનિક રહેવાસીઓએ અગ્નિશામક દળ તેમજ પોલીસને જાણ કરી હતી. અગ્નિશામક દળે સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ આગ ઇરાદાપૂર્વક લગાડવામાં આવી હોવાની શકયતા વ્યક્ત થઈ રહી છે.
પોલીસે ઘટનાઓની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વિસ્તારની CCTV ફૂટેજ ચકાસવા માટે કાર્યવાહી શરૂ કરી છે. આગ કઈ રીતે લાગી અને પાછળ કોણ હોઈ શકે તે અંગે તપાસ ચાલુ છે.

