31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
કવાંટછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર જિલ્લામાં કવાંટ–નસવાડી રોડ પર આગનો કહેર — કોલસા ભરેલી ટ્રક અચાનક સળગી ઉઠી

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ–નસવાડી રોડ પર આવેલ કંડવા ગામ નજીક ગત રાત્રે એક મોટી ઘટના બની હતી. માહિતી મુજબ કોલસા ભરેલી ટ્રક અચાનક આગની ઝપેટમાં આવી જતા સમગ્ર ટ્રક ક્ષણોમાં જ ભભૂકી ઉઠ્યો હતો. ટ્રકમાં ભરાયેલા કોલસાના ઢગલાઓએ આગને વધુ વેગ આપતા જ્વાળાઓ દૂર સુધી દેખાઈ રહી હતી.

પ્રારંભિક સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ ટ્રક ડ્રાઇવરે ટ્રકમાંથી અચાનક ધુમાડો નીકળતા તરત જ સાવચેત બની ટ્રકને રોડ સાઇડ પર ઉભી રાખી અને દૂર હટી ગયો હતો. થોડી જ વારમાં ટ્રકમાં ભારે ધડાકા સાથે આગ ભભૂકી ઉઠી.

સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને નજીકના હેન્ડપમ્પમાંથી પાણી ભરેલા ડોલ વડે આગ કાબૂમાં લેવા પ્રયાસો શરૂ કર્યા હતા. તરત જ ફાયર બ્રિગેડને જાણ કરાતા કવાંટ અને નસવાડીની ફાયર ટીમો સ્થળ પર પહોંચી પહોંચી ગઈ હતી. ભારે પ્રયત્નો બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો, પરંતુ ત્યાં સુધીમાં ટ્રક સંપૂર્ણ રીતે સળગી ખાખ બની ગયો હતો.

સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ટ્રક તથા તેમાં ભરાયેલ માલને ભારે નુકસાન થયું હોવાનું જાણવા મળે છે. આગના કારણો અંગે તપાસ હાથ ધરવામાં આવી છે અને પ્રાથમિક રીતે શોર્ટ સર્કિટની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સ્થળ પર ભારે જામ – રાહદારીઓમાં ચકચાર
આ ઘટનાને કારણે કવાંટ–નસવાડી રોડ પર લાંબો ટ્રાફિક જામ લાગી ગયો હતો. વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિક પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ટ્રાફિક વ્યવસ્થા કરી અને રસ્તો ખાલી કરાવ્યો હતો.

આગની આ ઘટનાએ વિસ્તારના લોકોમાં ભય અને ચકચાર ફેલાવી દીધી હતી. જોકે ફાયર સ્ટાફની ચુસ્ત કામગીરીને કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.

Related posts

લૂપ્ત થતા મોતીકલાના આભૂષણોને જીવંત રાખવાનો પ્રયાસ કરતા છોટાઉદેપુરના સોનલબહેન દ્વારા બનાવવામાં આવેલા મોતીકલાના આભૂષણો જી-૨૦માં મુકવામાં આવ્યા હતા.

admin

છોટાઉદેપુરની સ્પેશિયલ પોકસો કોર્ટ દ્વારા સગીરા સાથે દુષ્કર્મ આચરનાર નરાધમ આધેડને 20 વર્ષની સખત કેદની સજા સાથે રૂપિયા 25 હજારનો દંડ ફાટકારતો હુકમ કર્યો

admin

છોટાઉદેપુર જિલ્લાના 138 જેતપુર પાવી વિધાનસભાના કવાંટ તાલુકાના પાનવડ રાયછા સિંહાદા ગામે રીસર્ફેસિંગ રોડનું ખાતમુહૂર્ત ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું હતું.

admin

Leave a Comment