Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરામાં હવે ક્ષતીગ્રસ્ત કે ખોવાયેલી નંબર પ્લેટ સાથે વાહન હંકારનાર સામે R.T.O. કડક પગલાં લેશે

વાહનચાલકો માટે એક અગત્યના સમાચાર સામે આવ્યા છે. વાહનની હાઈ-સિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ (HSRP) ને લગતા નિયમોમાં સ્પષ્ટતા કરવામાં આવી છે. વડોદરા RTOના અધિકારીના જણાવ્યા અનુસાર, જો વાહનની નંબર પ્લેટ તૂટી જાય, ખોવાઈ જાય કે ચોરાઈ જાય તો વાહન માલિકે શું કરવું તે અંગેની ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે. જો વાહનની નંબર પ્લેટ ખોવાઈ ગઈ હોય અથવા ચોરાઈ ગઈ હોય, તો કેન્દ્ર સરકારના નોટિફિકેશન મુજબ, વાહન માલિકે પોલીસનો દાખલો (ફરિયાદ) મેળવવો ફરજિયાત છે. પોલીસ દાખલો મેળવ્યા બાદ, ઓનલાઈન પોર્ટલ પર અરજી કરીને નવી નંબર પ્લેટ માટે કાર્યવાહી કરી શકાશે. 1 એપ્રિલ 2019 પછીના વાહનો: આ તારીખ પછી રજિસ્ટર થયેલા વાહનોના માલિકો જે-તે ઓથોરાઇઝ્ડ ડીલર (શોરૂમ) મારફતે અરજી કરીને નવી નંબર પ્લેટ મેળવી શકે છે. 1 એપ્રિલ 2019 પહેલાના વાહનો: આ વાહનોના માલિકોએ SIAAM (સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરર્સ) ના ઓનલાઈન પોર્ટલ પર અરજી કરીને નવી પ્લેટ માટે ઓર્ડર આપવાનો રહેશે. RTO અધિકારીએ તમામ વાહન માલિકોને અપીલ કરી છે કે HSRP નંબર પ્લેટ કેન્દ્ર અને રાજ્ય સરકારના નિયમો મુજબ ફરજિયાત છે. જો વાહન પર નંબર પ્લેટ ન હોય અથવા તૂટેલી-ખોવાયેલી હોય, તો RTO અને પોલીસ દ્વારા દંડ સહિતની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. તેથી, તમામ વાહનો પર સમયસર HSRP નંબર પ્લેટ લગાવવી અને ક્ષતિગ્રસ્ત થવાના કિસ્સામાં તેને બદલાવી લેવી હિતાવહ છે..

Related posts

ગુજરાત રાજ્ય ડીજીપી સાહેબે જાહેર કરેલ 100 કલાકમાં અસરકારક શિક્ષાત્મક કાર્યવાહી

admin

નંબર પ્લેટ વગર કાળા કાચ સાથે ફરતી આ ગાડી ઉપર કાર્યવાહી કરશે વડોદરા ટ્રાફિક પોલીસ ?

admin

નિ સહાય માનવ કલ્યાણ સંઘ અને શ્રી હરિ સેવા ટ્રસ્ટના સયુંકત ઉપક્રમે નિરાધાર અને વિકલાંગ ભાઈઓ અને બહેનો ને અનાજની કીટ અને ભોજન કરવામાં આવ્યું

admin

Leave a Comment