સમસ્ત સરગરા સમાજ ગુજરાત તેમજ ભારતીય સરગરા મહાસભાના રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ જતીનકુમાર ચૌહાણના માર્ગદર્શન હેઠળ અમદાવાદ ખાતે 11 જોડાઓના પ્રથમ સમૂહ લગ્ન મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
વિવિધ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા સમૂહ લગ્ન યોજાતા રહે છે, જેમાં વિવિધ જાતિ અને સમાજના લોકો ભાગ લેતા હોય છે. તે જ પરંપરાને આગળ વધારતાં સમસ્ત સરગરા સમાજ અમદાવાદ દ્વારા સમગ્ર ગુજરાતમાં વસતા સરગરા સમાજના પરિવારોને એકત્ર કરી આ પ્રથમ સમૂહ લગ્ન કાર્યક્રમ યોજાયો હતો.
આ ખાસ પ્રસંગે મહંત શ્રી 1008 અર્જુન દાસજી મહારાજ, ભારતીય સરગરા સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ સંતોષભાઈ ચૌહાણ, મધ્યપ્રદેશ યુવા અધ્યક્ષ વિનોદભાઈ પવાર તેમજ ભારતીય સરગરા મહાસભાના રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ જતીનભાઈ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા.
આ ભવ્ય સમૂહ લગ્ન મહોત્સવમાં સમાજના વડીલો, ભાઈઓ-બહેનોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહી હતી અને સૌના સહયોગથી કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

