30.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરામાં ગેસ લાઇન તૂટી જતા પાંચ લાખ ગ્રાહકો પરેશાન : કોંગ્રેસ સમિતિનો આક્રોશ

હરણી નજીક ગોલ્ડન ચોકડી પાસે ડ્રેનેજ માઇક્રો ટનલિંગના કામ વખતે શહેરને ગેસ પુરવઠો પૂરો પાડતી મુખ્ય ગેસ લાઇનમાં ભંગાણ પડ્યુ પડ્યું હતું જેને લઈને હજારોની સંખ્યામાં લોકો ભૂખે મરવાનો દિવસ આવ્યો જેને લઈને વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આપવામાં આવ્યું.
વડોદરામાં રવિવારે ગેસ સપ્લાય અચાનક જ બંધ થવાના કારણે અડધા વડોદરાને ભૂખે મરવાનો દિવસ આવ્યો હતો. લગભગ પાંચ લાખ ગેસ ગ્રાહકોએ ગેસ વગર રહેવાની ફરજ પડતાં તેમના ગેસના ચૂલા રવિવારના દિવસે જ સળગ્યા ન હતા અને લોકોને હાલાકી ભોગવવા ના વારો આવ્યો હતો. અને 12 કલાક થી વધુ સમય લાગ્યો હતો. ગેસનો પુરવઠો અટક્યાના સમાચાર મળતા જ વડોદરા ગેસ લિમિટેડ, ફાયર ડિપાર્ટમેન્ટ અને મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી. વીએમસી અને વીજીએલે આખી રાત યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધર્યુ હતુ. છેવટે સવારે સવા સાત વાગે હરણી વિસ્તાર સહિત અનેકવિસ્તારોમાં ગેસ પુરવઠો ફરીથી શરૂ થયો હતો. જ્યારે અધિકારીઓએ જણાવ્યું હતું કે બાકીના વિસ્તારોમાં પુરવઠો પુનઃ સ્થાપિત કરવામાં આવશે.

જો કે આ દુર્ઘટનાએ સિસ્ટમમાં કઈ રીતે કામગીરી થાય છે અને સંકલનનો કેટલો અભાવ છે તેના પર પણ પ્રકાશ પાડ્યો છે. માઇક્રો ટનલિંગની કામગીરી દરમિયાન મેઇન ગેસ લાઇનને નુકસાન પહોંચ્યું જ કઈ રીતે તે સૌથી મોટો સવાલ છે. શું આ પ્રકારના કામકાદ દરમિયાન યોગ્ય કાળજી કોન્ટ્રાક્ટર લેતા નથી. કોન્ટ્રાક્ટ કરતી કંપનીએ બેદરકારી દાખવી હતી કે વીએમસી, વીજીએલ અને કોન્ટ્રાક્ટર વચ્ચે સંકલનનો અભાવ હતો કે કેમ તેની તપાસ કરવામાં આવી છે. ભવિષ્યમાં આનું પુનરાવર્તન ન થાય તે માટે વધારે સારા સંકલનની જરૂર છે. ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને મ્યુ. કમિશનર ને રજૂઆત કરવા પહોંચ્યા ત્યારે મ્યુ. કમિશનર ઉપસ્થિત ન હોવાને લીધે. મ્યુ. કમિશનર ની ઓફિસ ની બહાર બેસી ગયા હતા વધુ માં વોર્ડ નંબર એક ની નગર સેવિકા એ જણાવ્યું હતું કે

Related posts

ગોમાતા રાષ્ટ્રમાતા પ્રતિષ્ઠા આંદોલનના સમર્થનમાં વડોદરા માંડવી વિસ્તાર સ્થિત વિઠ્ઠલ મંદિર થી બ્રહ્મેશ્વર મહાદેવ ચૌખંડી સુધી રેલી નું આયોજન

admin

યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ દ્વારા એક દિવસની બેંક હડતાળ, વડોદરામાં SBI સામે દેખાવો

admin

તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત નંદેસરી પોલીસે ફ્રોડ નો ભોગ બનનારને રૂપિયા પરત અપાવ્યા

admin

Leave a Comment