39.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 29, 2026
Genius Daily News
અંકલેશ્વરભરુચ જિલ્લો

સ્વતંત્ર ભારતના 79 માં સ્વતંત્રતા દિન નિમિતે પ્રાથમિક શાળા સાહોલમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો

સ્વતંત્ર ભારતના 79 માં સ્વતંત્રતા દિન નિમિતે પ્રાથમિક શાળા સાહોલમાં શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકીના રાહબર હેઠળ શાળામાં ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગામમાં વહેલી સવારે પ્રભાતફેરી યોજવામાં આવી હતી જેમાં વિવિધ દેશભક્તિના સૂત્રો, નારાં બોલાવી સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બન્યુ હતું.શાળા કક્ષાએ શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકીના વરદહસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યો હતો. જયારે ગામ પંચાયત સાહોલ ખાતે ગામના સરપંચ નવનીતભાઈ પટેલે ધ્વજવંદન કર્યો હતો.શાળા કક્ષાએ સમગ્ર શિક્ષા અન્વયે વાલી સંમેલનનું આયોજન હાથ ધરાયું હતું. જેમાં વાલીઓને સમગ્ર શિક્ષાની અલગ અલગ એક્ટિવીટીની ચર્ચા, શાળામાં શિક્ષણ પર વિચારણા, શાળા સ્વચ્છતા, ટોયલેટ સ્વચ્છ તેમજ શુદ્ધ પાણી અંગે ચર્ચા, ઓનલાઇન અને ડિજિટલ માધ્યમથી શિક્ષણ, જ્ઞાનકુંજ પ્રોજેક્ટ બાબતે ચર્ચા, રમતગમતના સાધનો, પ્રયોગશાળાના સાધનો,લાયબ્રેરીના પુસ્તકો વગેરેનો શાળા કક્ષાએ ઉપયોગ માટે વિચારણા, નિપુણ ભારત હેઠળ પાયાના વાંચન, લેખન અને ગણન કૌશલ્યો પર વધુ ભાર તેમજ એસ. એમ. સી. સભ્યો સાથે ચર્ચા કરી કાર્યક્રમને પૂર્ણ જાહેર કર્યો હતો

Related posts

વાગરા: સાયખા GIDC માં નેરોલેક કંપનીમાં ભીષણ આગ, કામદારોમાં નાસભાગ, કારણ અકબંધ

admin

અંકલેશ્વર ઓએનજીસી એસેટ ખાતે 79માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી

admin

ઝઘડીયા GIDC વિસ્તારમાં બનેલી અકસ્માતની ઘટનામાં અકસ્માત નહીં પરંતુ પૂર્વ આયોજિત હત્યા હોવાનું ખુલ્યું

admin

Leave a Comment