વડોદરા શહેરમાં ગરબાનાં આયોજન સાથે વીવિધ ખાણી-પીણીનાં સ્ટોલ પણ રાખવામાં આવતા હોય છે. ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ અન્વયે ટેમ્પરરી ફુડ સ્ટોલ ધારકોએ પણ નીયમ મુજબ FSSAI લાયસન્સ/૨જીસ્ટ્રેશન મેળવવાનું હોય તમામ ગરબા આયોજકોએ જે તે સ્થળે સ્ટોલ ધરાવતા તમામ ફુડ બીઝનેસ ઓપરેટરોને તાત્કાલિક ધોરણે FSSAI લાયસન્સ/રજીસ્ટ્રેશન મેળવી લેવાનાં રહેશે. વધુમાં ગરબાનાં સ્થળોએ તમાકુ તેમજ પાન-મસાલા બાબતે તમાકુ નિયંત્રણ ધારા મુજબ ખોટી રીતે તમાકુ તેમજ પાન-મસાલાની જાહેરાત ન ક૨વા પણ સુચનાં આપવામાં આવે છે.

