36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઈ નગરમાં પહેલીવાર કૃત્રિમ તળાવમાં શ્રીજીનું વિસર્જન કરાશે

ડભોઈમાં 100 ઉપરાંત શ્રીજીની સ્થાપના કરાઇ છે ડભોઈ નગરમાં પહેલીવાર કૃત્રિમ તે તળાવમાં શ્રીજીનું વિસર્જન થશે ડભોઈ હીરા ભાગોળ ખાતે ગ આવેલ સુધરાઈ મેદાન ખાતે – નગરપાલિકા દ્વારા કૃત્રિમ તળાવ – નિર્માણ કાર્ય શરૂ થઈ ગયું છે. ત્યારે ડભોઈ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને ડભોઇ પાલિકા પ્રમુખ બિરેનભાઈ શાહદ્વારા કામગીરીનું નિરીક્ષણ કરાયું હતું.
સમગ્ર ડભોઈ પંથકમાં 100 . ઉપરાંત શ્રીજીની સ્થાપના કરાઈ ન છે. શ્રીજી વિસર્જન સમયે ડભોઈ નગરમાં પહેલીવાર પાલિકા દ્વારા તૈયાર થઇ રહેલ કૃત્રિમ તળાવમાંશ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવશે. ત્યારે રવિવારે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને પાલિકા પ્રમુખ બીરેન શાહ માજી તાલુકા સદસ્ય ભાવેશભાઈ પટેલ નડા દ્વારા તળાવનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાલિકા સદસ્યો અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. આગામી વિસર્જનમાં નગરની જનતાને કોઈ હાલાકી ના પડે અને નગરમાં શ્રીજીની પ્રતિમાની લંબાઈને ધ્યાનમાં રાખી તળાવ ઊંડું બનાવવા તથા સુંદર રીતે શ્રીજીની પ્રતિમાનું વિસર્જન થઈ શકે તે માટે પાલિકાને ધારાસભ્ય દ્વારા વિવિધ સૂચનો કરાયા હતા.

Related posts

ડભોઇના અંગૂઠણ ગામે મા સિકોતર ધામનો 42મો અખંડ નવચંડી યજ્ઞ હર્ષોલ્લાસ સાથે સંપન્ન

admin

શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા સભાસાદોના બાળકો માટે રાહત દરે ચોપડા વિતરણ કરાયા…

admin

વડોદરામાં નકલી પોલીસ બની ફરતા બે ઝડપાયાં

admin

Leave a Comment