Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના ફતેપુરા ભાંડવાડા નજીક વર્ષો જૂનું લીમડાનું ઝાડ તૂટી પડતા નીચે પાર્ક કરેલી ચાર રીક્ષાઓ દબાઈ

વડોદરા શહેરના ફતેપુરા ભાંડવાડા નજીક વર્ષો જૂનું લીમડાનું ઝાડ તૂટી પડતા નીચે પાર્ક કરેલી ચાર રીક્ષાઓ દબાઈ જતા મોટું નુકસાન થયું હતું સદ્નસીબે આ ઘટના સમયે કોઈ હાજર નહીં હોવાથી મોટી જાનહાની થતા ટળી હતી. જ્યારે બનાવને પગલે ફાયબ્રિગેડના જવાનો સ્થળ પર આવી પહોંચ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

વડોદરા શહેરમાં મધરાત્રીએ ધોધમાર વરસાદ વરસ્યો હતો વીજળીના કડાકા અને તે જ ફૂકાયેલા પવનનો કારણે શહેરના જુદા જુદા વિસ્તારોમાં વૃક્ષ તૂટી પડવાના બનાવો બન્યા હતા. તેવામાં શહેરના ફતેપુરા ભાંડવાડા શ્રી સ્વામિનારાયણ મંદિર પાસે વર્ષો જૂનું લીમડાનું ઝાડ તૂટી પડતા નીચે પાર્ક કરેલી ચાર રીક્ષાઓ દબાઈ ગઈ હતી. તમામ રિક્ષાઓને ભારે માત્રામાં નુકસાન થયું હતું. જો કે આ ઘટના સમયે સ્થળ પર કોઈ હાજર નહીં હોવાથી મોટી જાનહાની થતા ટળી હતી. બનાવની જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડના જવાનો સ્થળ પર દોડી આવ્યા હતા અને કટર મશીન વડે ઝાડને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

Related posts

આમ આદમી પાર્ટી દ્વારા મેડીકલ કોલેજની ફીમાં કમરતોડ વધારો કર્યો તેના વિરોધમાં પદયાત્રા કાઢવામાં આવી

admin

વિમલેશ્વર તળાવમાં ગટરનું પાણી ઠાલવાતા ભારે રોષ, AI વીડિયો અને બેનરથી વિરોધ

admin

વડોદરાના ચેતક બ્રિજ પાસે વિશ્વામિત્રી નદીમાંથી માથા વગરનો ડીકમ્પોઝ થઇ ગયેલ મૃતદેહ મળી આવતાં ખળભળાટ

admin

Leave a Comment