વડોદરાના વાડી પોલીસ મથક ખાતે મહમદ ઈસ્લામુદ્દીન મલેકે ફરિયાદ નોંધાવી હતી કે તેમના ગોડાઉન પર કેટલાક ઈસમો આવ્યા હતા અને પોતે પોલીસ હોવાની ઓળખ આપી જીએસટીનું બિલ માંગ્યું હતું.તેઓએ અન્ય બીજા માણસોને બોલાવ્યા હતા.જેઓ કેમેરો બેગ તથા માઈક લઈને આવ્યા હતા અને પ્રેસમાં શું તેમ જણાવી ગોડાઉનમાં પડેલો માલ સામાનનો વિડીયો ઉતાર્યો હતો અને ગંદી ગાળો બોલી આ ચોરીનો સામાન છે.ગુનામાં ફિટ કરી દઈશ તેવી ધમકી આપી પૈસા પડાવી લીધા હતા.જે ફરિયાદને આધારે વાડી પોલીસે ભેજાબાજોની ધરપકડ કરી મુદ્દામાલ રિકવર કર્યો હતો.

