વડોદરા શહેરના ગુલ્લેબાજ અને ગેરરીતિ આચરતા વડોદરા મહાનગર પાલિકાના ડોર ટુ ડોર ના વાહનોને કાબુમાં લેવા માટે હવે પાલિકા જીપીએસ એપ્લિકેશન નો ઉપયોગ કરશે. આ મામલે આજથી પૂર્વ ઝોનની કચેરીમાં અધિકારીઓ અને કર્મચારીઓની ટ્રેનિંગની શરૂઆત કરવામાં આવી છે.
વડોદરા મહાનગરપાલિકા ની પૂર્વ ઝોનની કચેરીમાં અધિકારીઓ કર્મચારીઓને ટ્રેનિંગ આપવામાં આવી છે. કચરાની ગાડીમાં જીપીએસ લગાવવા માટેની આ ટ્રેનિંગ છે વોર્ડ ઓફિસર સેનેટરી ઇન્સ્પેક્ટર કર્મચારીઓ રેવન્યુ ઓફિસર સહિતના તમામને આ ટ્રેનિંગની શરૂઆત કરવામાં આવી છે. ડોર ટુ ડોર ગાડીમાં લાગેલ જીપીએસ સિસ્ટમને ઓફિસમાં બેઠા બેઠા મોબાઈલ કે કોમ્પ્યુટરથી મોનિટરિંગ કરી શકાશે. કર્મચારીઓ અધિકારીઓને મોબાઇલ એપ્લિકેશન વિશે પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું. વડોદરા મહાનગર પાલિકાના એએમસી સુરેશ તુવેરે જણાવ્યું હતું કે, પૂર્વ ઝોનમાં ડોર ટુ ડોર એજન્સી 15 મી ઓગસ્ટ થી નવનિયુક્ત કરી છે. હાલમાં કાર્યરત છે. ખાસ કરીને ટેન્ડરની શરતો મુજબ જીપીએસ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવાની હોય છે. જીપીએસ સિસ્ટમ એવી છે કે, લોકેશન સેટ કરેલો હોય છે અને ગાડી એરિયામાં ગઈ છે કે નથી ગઈ એ તરત જીપીએસ સિસ્ટમ થકી મોબાઇલ એપ્લિકેશન થી અને કોમ્પ્યુટર થી જાણી શકાશે અને કોઈ પણ જગ્યાએ ગાડીએ કેટલી સોસાયટી મિસ કરી છે. કેટલા પોઇન્ટ મિસ કરી છે. તે જાણી શકાશે અને મિસ કર્યા હોય તો ત્યાં ફરીથી ગાડી મોકલીને કવર કરી શકાશે. અને તેમ છતાં ન ગઈ હોય તો તેની પેનલ્ટી કરી શકાશે. આ તમામ ડોર ટુ ડોરની મોબાઈલ એપ્લિકેશનથી અથવા તો કોમ્પ્યુટર માં પણ બેઠા બેઠા મોનિટરિંગ કરી શકો તેવી સુનિશ્ચિત એપ્લિકેશન છે. જેનો આવનારા સમયમાં દરેક દરેક ડોર ટુ ડોર દૂરની ગાડીઓમાં તેનો ઉપયોગ કરવામાં આવશે. જેની એક આયોજન બદ્ધ તાલીમ છે. જેનું આજે પ્રથમ ટ્રેનિંગ પૂર્વ ઝોન ની કચેરીમાં રાખવામાં આવી હતી. તમામ અધિકારીઓ તેના સુપરવાઈઝર, એના એજન્સીઓના ઓનર,સેનેટરી ઇન્સ્પેક્ટર સહિત તમામની આ ટ્રેનિંગ ચાલી રહી છે.અને તે તાલીમ પૂર્ણ થયા બાદ આ લોકોને એપ્લિકેશન આપવામાં આવશે અને તેનો ઉપયોગ કરીને ગાડીનું મોનિટરિંગ કરવામાં આવશે.

