Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

નાસતો ફરતો સૂત્રધાર કુખ્યાત બુટલેગર રોબિન ઉર્ફે કટે રેલવે એલ.સી.બી. પોલીસ સમક્ષ હાજર થયો

થોડા દિવસ પૂર્વે વડોદરા રેલવે મેમુ લોકો શેડ માંથી વિપુલ પ્રમાણ માં વિદેશી શરાબ બિયર નો જથ્થો ઝડપી પાડયો હતો જેમાં નાસતો ફરતો મુખ્ય સૂત્રધાર કુખ્યાત બુટલેગર રોબિન ઉર્ફે કટે રેલવે એલ સી બી પોલીસ સમક્ષ હાજર થયો હતો

વડોદરા રેલવે વિભાગ ની મેમુ લોકો શેડ માં પોઇન્ટ મેન તરીકે રોબિન ઉર્ફે કટે યુસુફ મિયા શેખ ફરજ બજાવે છે સાથે સાથે રેલવે મેમુ લોકો શેડ યાર્ડ માં વિદેશી બિયર નાં શરાબ છુપાવી ને વેચાણ નો ધીકતો ધંધો કરતો હતો.કુખ્યાત બુટલેગર એવા રોબિન ઉર્ફે કટે ની વડોદરા રેલવે વિભાગ મા ધાક હોવાના કારણે તે બેરોકટોક થી વિદેશી શરાબ અને બિયર નો જથ્થો છુપાવી રાખતો હતો.થોડા દિવસ પૂર્વે શહેર પી સી બી પોલીસ નાં હાથે એક ઈસમ ને વિદેશી શરાબ નાં જથ્થા સાથે ઝડપી પાડયો હતો.તપાસ દરમિયાન આ વિદેશી શરાબ નો જથ્થો રેલવે લોકોશેડ યાર્ડ માંથી બુટલેગર રોબિન ઉર્ફે કટે પાસે થી ખરીદ્યો હોવાનું બહાર આવતા ભાંડો ફૂટ્યો હતો જ્યાં પી સી બી પોલીસે આ અંગે રેલવે એલ સી બી પોલીસે મેમુ લોકો શેડ યાર્ડ માં આવેલ સ્ટોર રૂમ માંથી. રૂપિયા 38 લાખ ઉપરાંત નો જથ્થો ઝડપી પાડયો હતો.તેના થોડા દિવસ બાદ પીવા નાં પાણી ની ટાંકી નીચે આવેલ ભૂગર્ભ માંથી 90 પેટી બિયર ઝડપી પાડી હતી .આ ગુનામાં નાં કુખ્યાત બુટલેગર રોબિન ઉર્ફે કટે યુસુફ મિયા શેખ ની સંડોવણી બહાર આવતા વડોદરા રેલવેએલ .સી .બી.પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો.પોલીસ થી લપાતો છૂપાતો રહેતો કુખ્યાત બુટલેગર રોબિન ઉર્ફે કટે અંતે નવાયાર્ડ નજીક નાં ડી માર્ટ પાસે એલ.સી.બી.પોલીસે સમક્ષ હાજર થયો હોવાનું લોક મુખે ચર્ચાય રહ્યું છે.વડોદરા રેલવે એલ સી .બી પોલીસે રોબિન ઉર્ફે કટે ની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ત્યાર બાદ વડોદરા રેલવે પોલીસ ની હદ માંથી વિદેશી શરાબ ઝડપાયો હોય જેથી રેલવે એલ.સી.બી. પોલીસે વડોદરા રેલવે પોલીસ ને રોબિન ઉર્ફે કટે ને સોંપ્યો હતો જ્યાં રેલવે પોલીસે રોબિન ઉર્ફે કટે ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે

Related posts

7 જુલાઈના રોજ ભગવાન જગન્નાથજી ની રથયાત્રાને લઈને પોલીસ તંત્ર દ્વારા ન્યાય મંદિર ખાતે ડ્રોન કેમેરા સાથે પોલીસ તંત્ર સજ્જ…..

admin

સાવલીમાં વિજયાદશમી નિનીત્તે રાષ્ટ્રીય સેવિકા સંઘની કાર્યકર્તા સેવીકાઓ દ્રારા સાવલી બજારમાં પથસંચલન

admin

વડોદરાના નવાપુરામાં ડ્રેનેજની કામગીરીમાં હલકી કક્ષાની પાઈપોનો ઉપયોગ

admin

Leave a Comment