31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ચનવાડા પાસે નર્મદા માઇનર કેનાલમાં ગાબડાં: પાણીનો વેડફાટ, ખેડૂતોમાં રોષ

ડભોઇ તાલુકાના ચનવાડા પાસે નર્મદા માઇનર કેનાલમાં ભ્રષ્ટાચાર કે નિષ્કાળજી? મોટા ગાબડાંથી પાણીનો વેડફાટ, છેવાડાના ખેડૂતો પાયમાલ તંત્રની ઘોર નિદ્રા: કરોડોનું બજેટ ક્યાં જાય છે? ઉનાળુ પાક તૈયાર છે ત્યારે જ પાણીના અભાવે ખેડૂતોના જીવ અધ્ધર.

​ડભોઇ તાલુકાના ચનવાડા ગામ પાસેથી પસાર થતી નર્મદાની માઇનર કેનાલ હાલ તંત્રની ઘોર નિષ્કાળજીનો નમૂનો બની ગઈ છે. કેનાલમાં ઠેર-ઠેર પડેલા મોટા ગાબડાંના કારણે લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે, જેને પરિણામે છેવાડાના ખેડૂતો સુધી સિંચાઈનું પાણી પહોંચતું નથી. એક તરફ ઉનાળુ પાક તૈયાર થવાના આરે છે, ત્યારે બીજી તરફ અધિકારીઓની ઉદાસીનતા ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો છીનવી રહી હોય તેમ લાગી રહ્યું છે મુખ્ય સમસ્યાઓ અને ખેડૂતોની વેદના ગાબડાં અને લીકેજ: કેનાલમાં ઠેર-ઠેર ગાબડાં પડવાને કારણે પાણી પાક સુધી પહોંચવાને બદલે વેડફાઈ રહ્યું છે.
​રિપેરિંગમાં લાપરવાહી: નિયમ મુજબ શિયાળા અને ઉનાળાની શરૂઆતમાં રિપેરિંગ કામ કરવાનું હોય છે. સરકાર આ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે, તેમ છતાં ગ્રાઉન્ડ લેવલ પર કોઈ કામગીરી દેખાતી નથી.

​અધિકારીઓની મૌન સંમતિ: ખેડૂતો દ્વારા વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં નર્મદા નિગમના અધિકારીઓ જાણે ઘોર નિદ્રામાં હોય તેમ કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી ખેડૂતોનો આક્રોશ અમે પરસેવો પાડીને પાક ઉભો કર્યો છે પણ કેનાલના ગાબડાંને લીધે પાણી અમારા ખેતર સુધી પહોંચતું જ નથી. જો સમયસર રિપેરિંગ થયું હોત તો આજે આ હાલત ના હોત. સરકારના કરોડો રૂપિયા જાય છે શું અધિકારીઓ જાણીજોઈને ખેડૂતોની રજૂઆતને નજરઅંદાજ કરી રહ્યા છેરિપેરિંગ માટે આવતા કરોડો રૂપિયાનો ઉપયોગ ખરેખર ક્યાં થાય છે એ કેમ જો પાક સુકાઈ જશે તો તેની જવાબદારી નર્મદા નિગમ લેશે ખરુંહવે જોવાનું એ રહ્યું કે, કુંભકર્ણની નિદ્રામાં પોઢેલું તંત્ર ક્યારે જાગે છે અને ખેડૂતોના હિતમાં આ કેનાલનું સમારકામ ક્યારે શરૂ કરવામાં આવે છે.

Related posts

વડોદરાના સુલતાનપુરા વિસ્તારમાં ચોરીની ઘટના..

admin

પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટી દ્વારા મ્યુ.કમિશનરને આવેદન પત્ર

admin

પર્યાવરણ દિવસ નિમિત્તે વડોદરા દિવાળીપુરા નામદાર કોર્ટેમાં વૃક્ષો વાવીને પર્યાવરણ બચાવવાનો સંકલ્પ કર્યો.

admin

Leave a Comment