40.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરા જિલ્લો

કેનેડાના વિઝા અપાવી દેવાનો વિશ્વાસ આપી છેતરપિંડી આચરનાર ગઠિયાને ક્રાઈમ બ્રાન્ચની ટીમે 4 વર્ષે ઝડપી પાડ્યો

કેનેડાના વિઝા અપાવી દેવાનો વિશ્વાસ આપી રૂ. 1.60 લાખ પડાવી લઈને છેતરપિંડી આચરનાર ગઠિયાને ક્રાઈમ બ્રાન્ચની ટીમે 4 વર્ષે ઝડપી પાડીને સયાજીગંત પોલીસને સોંપ્યો છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઠગાઇના ગુનામાં સંડોવાયેલો ઈસમ આકાશ હરબિદરસિંગ ધિલ્લોન રહે. ગુરૂ હરબન નિવાસ, ગજાનંદ ચેમ્બર્સ પાસે, રબારીવાસ, ફતેગંજ છેતરપિંડીના ગુનામાં પોલીસ ધરપકડથી બચવા માટે માટે છેલ્લા 4 વર્ષથી નાસતો ફરતો હતો આથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે તુરંત જ ફતેગંજ ખાતે પહોંચી તપાસ કરતાં આકાશ હરબિદરસિંગ ધિલ્લોન તેના મકાન પાસેથી મળી આવ્યો હતો. જેની તપાસ દરમ્યાન આ શખ્સ વર્ષ 2021 માં સયાજીગંજ પોલીસ મથકે વિશ્વાસઘાત અને ઠગાઇના ગુનામાં સંડોવાયેલ હોવાનું અને પોલીસ ધરપકડ ટાળવા નાસતો ફરતો હોવાનુ જણાઇ આવ્યું હતું. આથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે તેની ધરપકડ કરી વધુ કાર્યવાહી માટે સયાજીગંજ પોલીસ મથકને હવાલે કરવામાં આવ્યો હતો.

Related posts

વડોદરાના ખંડેરાવ માર્કેટ ચારરસ્તા થી ગુરુદ્વારા સુધીના લારી, પથારાવાળાઓ સહિતના દબાણો દૂર કરાયા

admin

તિરુપતિ સ્કૂલ ઓફ નર્સિંગ ખાતે વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલ ઇકો ફ્રેન્ડલી ગણેશજીએ ભારે આકર્ષણ જમાવ્યું

admin

વડોદરાની દુમાડ ચોકડી પાસે બે ઇસમો ૪૦ નંગ પહાડી પોપટ સાથે પકડાયા

admin

Leave a Comment