Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

શ્રી મહારાણા પ્રતાપની તિથિ અનુસાર જન્મ જયંતી નિમિત્તે ગૌરવ યાત્રાનું આયોજન

મહારાણા પ્રતાપ સમિતિ દ્વારા શ્રી મહારાણા પ્રતાપ ની તિથિ અનુસાર જન્મ જયંતી નિમિત્તે ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું….

દેશભરમાં આજે વીર પુરૂષ મહારાણા પ્રતાપની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. તેઓ મેવાડના સિંહ તરીકે ઓળખાય છે. વીર મહારાણા પ્રતાપનો જન્મ 9 મે 1540ના રોજ એક રાજપૂત પરિવારમાં થયો હતો. તેમના પિતા ઉદય સિંહ ઉદયપુરના સ્થાપક હતા. મહારાણા પ્રતાપ ભારતમાં મુઘલ સામ્રાજ્યના પ્રસારને રોકવાના તેમના પ્રયાસો માટે જાણીતા છે. હલ્દીઘાટીનું યુદ્ધ મુઘલો સામે પહેલું યુદ્ધ સાબિત થયું. જેમાં મહારાણાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે શકિતશાળી મુઘલ શાસક અકબરને ત્રણ વખત હરાવવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. ત્યારે આજે તિથિ અનુસાર પુણ્યતિથિ નિમિત્તે મહારાણા પ્રતાપ સમિતિ દ્વારા ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા વડોદરા શહેર પોલો ગ્રાઉન્ડ ખાતેથી નીકળી હતી આ યાત્રામાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો અને યુવાનો જોડાયા હતા અને મહારાણા પ્રતાપ ની જન્મ જયંતી નિમિત્તે ગૌરવ યાત્રા યોજી હતી. આ યાત્રામાં વીર મહા પુરુષોની ગાથા ની ઝલક બતાવામાં આવી હતી જેમાં શ્રી છત્રપતિ શિવાજી મહારાજ, અલ્યાબાઈ હોલકર, ઝાંસી કી રાની, મહારાણા પ્રતાપ, સંભાજી મહારાજ, વગેરે ના વેશભૂષા માં જોવા મળ્યા હતા સાથે ઓપરેશન સિંધુર ની પણ ઝલક દર્શાવી હતી આ ગૌરવ યાત્રામાં મોટી સંખ્યામાં યુવાનો મહિલાઓ બાળકો જોડાયા હતા સાથે ૧૦૦ થી વધુ મહિલાઓ, બાળકો, અને યુવાનો એ તલવારબાજી ના કરતાબો કર્યા હતા સાથે વોનેશન વન ઇલેક્શન ને પણ ઘણો લાભ નીવડશે સાથે આ ગૌરવ યાત્રા કીર્તિ સ્તંભ ખાતેથી નીકળી હતી અને માર્કેટ, રાવપુરા, કોઠી, રાજ મહેલ ગેટ થઈ કીર્તિ સ્તંભ ખાતે સમાપન થશે.

Related posts

શિક્ષણ સમિતિના ચોથા વર્ગના નિવૃત્ત મહિલા કર્મચારી રસ્તા પર ભીખ માંગીને ગુજરાન ચલાવવા મજબૂર બન્યા

admin

વડોદરા શહેરના લક્ષ્મીપુરા વિસ્તારની સોસાયટીમાં બે પાડોશીઓ વચ્ચે ઘર પાસે ખાડો ખોદવા મુદ્દે બોલાચાલી અને ઝપાઝપી થતા એકનું મો-ત

admin

ગાયત્રી વિકલાંગ માનવ મંડલ દ્વારા સોળમો સર્વ ધર્મ જ્ઞાતિ સમુહ લગન મહોત્સવનું આયોજન

admin

Leave a Comment