36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

શ્રાવણ માસમાં ઘીના કમળના દર્શન કરવાનું અનેરું મહત્વ હોય છે. શિવાલયોમાં શ્રાવણ માસમાં ઘીના કમળ દર્શન માટે મુકવામાં આવતા હોય છે.

પવિત્ર શ્રાવણ માસ એટલે દેવો ના દેવ મહાદેવ નો માસ, આ વખતે શ્રાવણમાં અદ્ભૂત સંયોગ, 5 સોમવાર નો, ભગવાન શિવને પ્રસન્ન પ્રસન્ન કરવા શિવાલયોમાં ઘીના કમળ અને ઘી પર તૈયાર કરવામાં આવેલી કલાકૃતિઓ મૂકવામાં આવે છે. જેને લઈને તૈયારીઓ પણ કરી દેવાઈ છે. સાથે જ ભગવાન ભોલેનાથના અલગ અલગ સ્વરૂપોનું ચિત્ર ઘી ઉપર બનાવી તેની પણ પૂજા-અર્ચના કરાઈ છે.

અનેક વર્ષો જૂની પરંપરાને જાળવી રાખવા દાંડિયા બજાર માં આવેલ શ્રી નિલકંઠ મહાદેવ મંદિર પરિસર માં વિજયગિરી ગોસ્વામી દ્વારા ઘી ના કમળ બનાવા માં આવે છે, તેમની આ કળા તેમના પિતા દ્વારા શિખવા માં આવી, દર વર્ષે શ્રાવણ માસમાં વડોદરા શહેરના વિવિધ મંદિરે મહાદેવ, પાર્વતી, ગણપતિ અને નાગદેવતા સાથેનું ઘીના કમળ બનાવાયા છે. ઘીના કમળ વનસ્પતિ ઘી થી બનાવવામાં આવે છે, આ શ્રાવણ માસ દરમિયાન 80થી ઉપર અલગ અલગ પ્રકારના મહાદેવ ના કમળ તૈયાર કરવામાં આવનાર છે.

શ્રાવણ માસમાં દરેક શિવાલય માં ઘીના કમળ ચઢાવવામાં આવે છે. ઘીના કમળ ને બનાવવા માટે ઘીને ઓગાળીને તેને તાવડીમાં રેડીને બરફ થી ઠંડુ કર્યા બાદ તેના ઉપર ઓઇલ પેન્ટ થી પેન્ટિંગ કરવામાં આવે છે. પેન્ટિંગ કરતી વખતે માત્ર ઓઈલ કલરનો જ ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત આના પર પેન્ટિંગ, ઘી ઉપર તેને પેન્ટિંગ કરતા ઘણી કાળજી રાખવામાં આવે છે. ઘીમાં બનેલી આ પેન્ટિંગ ઘણી મનમોહક લાગે છે. અને વનસ્પતિ ઘી અને ઓઈલ કલર સિવાય બીજા કોઈ પણ પ્રકારના કેમિકલનો ઉપયોગ તેમાં કરવામાં આવતો નથી.

વર્ષોથી ઘી ના કમળ ચઢાવવાની આ પ્રથાને જાળવવી જરૂરી છે કારણકે ભક્તોની લાગણીઓ પણ તેની સાથે જોડાયેલી છે.

Related posts

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર સામે વડોદરાના માંજલપુરમાં પ્રતિકાત્મક વિરોધ

admin

કલાલી ખાતે વિશ્વામિત્રી નદીને પહોળી અને ઊંડી કરવાની કામગીરીની મોક ડ્રીલ યોજાઈ

admin

વાયદપુરમાં દેખાયો વિકરાળ અજગર! ભારે મહેનત બાદ રેસ્ક્યુ

admin

Leave a Comment