Genius Daily News
ઉનાગીર સોમનાથ જિલ્લો

ગીર પૂર્વ વન વિભાગ DCF શ્રી વિકાસ યાદવ દ્વારા ગીર ગઢડા તાલુકાના નેસ વિસ્તારોની મુલાકાત લીધી

ગીર પૂર્વ વન વિભાગ DCF શ્રી વિકાસ યાદવ દ્વારા ગીર ગઢડા તાલુકાના નેસ વિસ્તારોની મુલાકાત લીધી. જેમાં ટીંબરવા નેસ, આસુન્દ્રલી નેસ, દોઢી નેસ, તુલશીશ્યામ, જશાધાર (ચિખલકુબા, કોઠારીયા, સરાકડિયા, ખજૂરી, મીંઢા ની સંયુક્ત બેઠક ) રાખવામાં આવી હતી. રાવલ ડેમ ની પણ મુલાકાત લીધી હતી. નેસ વિસ્તારના લોકો ની પ્રાથમિક મુશ્કેલીઓ અંગે રૂબરૂ ચર્ચાઓ કરી નિરાકરણ અંગે સૂચનો કર્યા. આ તકે નેસ વિસ્તાર ની હરહંમેશ ચિંતા કરતા ઉનાના માનનીય ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં જીલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેનશ્રી ડાયાભાઈ જાલોંધરા, જીલ્લા ભાજપ મહામંત્રીશ્રી વિશાલભાઈ વોરા, ગીરગઢડા તાલુકા ભાજપ પ્રમુખશ્રી ધર્મેશભાઈ રાખોલીયા, તાલુકા પંચાયતના સદસ્યશ્રી દુલાભાઈ ગુજ્જર, તખ્તસિંહ ચુડાસમા, મનીષભાઈ જાલોંધરા અને નેસ વિસ્તારના લોકો ઉપસ્થિત રહ્યા હતા

રીપોર્ટર ભાલીયા માધુ ઉના

Related posts

ગીર ના વડા મથક વેરાવળ વરસાદ પ્રભાવિત વિસ્તારો માં કલેકટર પહોચ્યા …

admin

1 કરોડ 50 લાખથી વધુના ખર્ચે તૈયાર થતા પાર્કિંગ એરિયાના ડેવલપમેન્ટના કામનું નિરીક્ષણ ઉનાના વિકાસશીલ ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડએ કર્યું

admin

પૂર્વ ધારાસભ્ય રાજશીભાઇ જોટવાના આદ્રી ગામે ડાયરામાં પૈસાનો વરસાદ

admin

Leave a Comment