ઉના નગરપાલિકા ટાઉન હોલની બાજુમાં આવેલ જમીનમાં રૂ.1 કરોડ 50 લાખથી વધુના ખર્ચે તૈયાર થતા પાર્કિંગ એરિયાના ડેવલપમેન્ટના કામનું નિરીક્ષણ ઉનાના વિકાસશીલ ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડ એ કર્યું.
ઉના શહેરના શહેરીજનોના વિકાસ માટે અવિરત સતત પ્રયત્નશીલ રહેતા ઉનાના સક્રિય ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડ (કે.સી.રાઠોડ) એ આજરોજ લોકેશભાઈ કોન્ટ્રાક્ટર ને સાથે રાખી અને ઉના નગરપાલિકા ટાઉન હોલની બાજુમાં આવેલ જમીનમાં રૂ.1 કરોડ 50 લાખથી વધુના ખર્ચે તૈયાર થઈ રહેલા પાર્કિંગ એરિયાના ડેવલપમેન્ટના કામનું નિરીક્ષણ કર્યું. ઉનાના ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડ એ નિરીક્ષણ દરમિયાન કોન્ટ્રાક્ટર સાથે વિવિધ ચર્ચાઓ કરી હતી. જેવી કે, ટાઉન હોલમાં કોઈપણ પ્રકારના કાર્યક્રમ દરમિયાન વાહનચાલકો પોતાના વાહનો અહીંયા નવનિર્માણ થનાર પાર્કિંગમાં પાર્ક કરે તેમજ આ પાર્કિંગ એરિયાના ગ્રાઉન્ડમાં ફરતે સુંદર રળિયામણા ફુલોના રોપા વાવવા જેથી કરીને ગ્રાઉન્ડ સુંદર અને રળિયામણું લાગે જેવી વિવિધ બાબતો ની ચર્ચા ધારાસભ્યશ્રી એ કોન્ટ્રાક્ટર સાથે કરી હતી. રીપોર્ટર ભાલીયા માધુ ઉના

