ગોચરણ ની જમીનો પર પ્રશાસનનું બુલડોઝર ફરી વળ્યું
આ દ્રશ્યો છે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકા ના ઘાટવડ ગામના જ્યા આજે કોડીનાર તાલુકા વિકાસ અધિકારી અને તેની ટીમ વહેલી સવારે જ જેસીબી મશીનો અને પોલિસ બંદોબસ્ત વચ્ચે ત્રાટકી…
ઘાટવડ ગામે આશરે 700 વિઘા જેટલી ગોચરણ ની જમીન આવેલી છે જેમાં 200 વિઘા થી વધુ જમીન પર દબાણ હતું જે દબાણ ને દૂર કરવા તંત્ર ના અધિકારીઓ સ્થાનિક સરપંચ પ્રતિનિધિ ને સાથે રાખી દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી
ઘાટવડ ગામે શિંગોડા નદી ના કિનારે ગોચરણ ના દબાનો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે
ત્રણ દિવસ સુધી અહીં પ્રશાસન દ્વારા અલગ અલગ વિસ્તારો મા ગોચરણ ની જમીન ખુલ્લી કરવામાં આવશે
અનેક જગ્યા પર ખેડૂતો દ્વારા દબાણ કરી તેમાં વાવેતર પણ કરવામાં આવ્યું હતું જેના પર ટ્રેકટર ફેરવી વાવેતર ને તહસ નહસ કરવામાં આવ્યું
કોડીનાર ના દેવળી બાદ ઘાટવડ ગોચરણ પર બુલડોઝર ફર્યું..
આવનારા દિવસો માં અનેક ગામો તંત્ર ની રડાર પર છે
હાલ માં જ તંત્ર દ્વારા 245 કરોડ ની જમીન પર ના દબાણો ખુલ્લા કરવામાં આવ્યા હોવાનો દાવો પણ કરવામાં આવ્યો હતો
જો કે ગોચરણ પર ફરી રહેલા બુલડોઝર ને લઇ ગ્રામ્ય વિસ્તારો ના દબાણકારોમાં ફફડાટ ફેલાયો છે..

