43.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોજેતપુર પાવી

જેતપુર પાવી તાલુકામાં બાર PHC ખાતે એક્સ-રે કેમ્પ અને TB કોમ્યુનિટી મીટીંગ

વડાપ્રધાનના ટીબી મુક્ત ભારત સરકાર તરફથી 2025 માં ટીબી નાબૂદી 100 days સર્વે અભિયાન શરૂ કરવામાં આવેલ છે. જે અંતર્ગત NTEP વિભાગ છોટાઉદેપુર જિલ્લા ખાતેથી વિરાટ ડાયગનોસિસ વિભાગ અને જિલ્લા શય આરોગ્ય ડિપાર્ટમેન્ટ ના સહયોગથી પાવી જેતપુર તાલુકાના બાર Phc ખાતે આરોગ્ય નિદાન કેમ્પ અને ટીબી સ્ક્રિનિંગ કેમ્પ રાખવામાં આવ્યો હતો. જે સંદર્ભે બાર Phc ના ગામના અને આજુબાજુના વિસ્તારના ટીબી શંકાસ્પદ દર્દીઓએ લાભ લીધેલ હતો. જેમાં ઉપસ્થિત નિદાન ટીમ આરોગ્ય ની ટીમ અને જેમાં ટીબી સુપરવાઇઝર વિનોદભાઈ વણકર , મેડિકલ ઓફિસર ડૉ દેવરાજ ઠાકોર,MPHS, અશ્વિનભાઈ વરિયા,CHO, ,LT, MPHW,FHW આશા વર્કર બહેનો તેમજ બાર PHC આરોગ્ય ની ટીમ નું યોગદાન રહ્યું હતું આ કેમ્પ દરમિયાન વિવિધ પ્રકારની સેવા આપવામાં આવી જેમાં મોટી સંખ્યાઓમાં દર્દીઓ સેવા લીધી હતી જેમકે ટીબી શંકાસ્પદ દર્દીના એક્સરે પાડવામાં આવ્યા અને દર્દીના ગળફાની તપાસ કરવામાં આવી તપાસ કરવામાં આવી. અને આ કેમ્પમાં ઉપસ્થિત રહેલા દર્દીઓને સુપરવાઇઝર વિનોદભાઈ વણકર દ્વારા કોમ્યુનિટી મીટીંગ નું આયોજન કરી ટીબી રોગ વિશેની માહિતી પૂરી પાડવામાં આવી હતી. જેવી કે ટીબી ના લક્ષણો જેવા કે ખાંસી આવી ભૂખ ન લાગવી વજન ઘટી જવું છાતીમાં દુખાવો થવો સાંજના સમયે ઝીણો તાવ આવો ગળફામાં લોહી પડવું 100 DAYS સર્વે મા આવરી લીધેલ દર્દી વગેરે લક્ષણો વિશે માહિતી આપવામાં આવી, નિદાન સારવાર અને સરકારશ્રી તરફથી આપવામાં આવતી નિક્ષય પોષણ યોજના હેઠળ સહાય વિશેની પણ સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી.

Related posts

આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં છોટાઉદેપુર સર્કિટ હાઉસ ખાતે આગામી ચૂંટણીઓને ધ્યાનમાં લઈને કાર્યકર્તાઓ સાથે બેઠક યોજાઇ હતી

admin

ઘરમાં એકલી સુઈ રહેલી વૃદ્ધાની તીક્ષ્ણ હથિયારના ઘા કરી હત્યા

admin

આંગળી ઉંચીને મતદાન કરતા ભાજપનું વિરોધી જૂથે બેલેટ પેપરથી મતદાન કરવાની માંગ કરતા મામલતદાર તે માંગણીના સંતોષતા લેખિતમાં વાંધો આપવા છતાંય મતદાન કરાવતા મામલો ગરમાયો

admin

Leave a Comment