વડોદરા શહેરના નામાંકિત બિલ્ડર અને ડેવલોપર ગીરીરવાવક ડેવલોપર્સએ તેમની અને તેમના પરિવાર ઉપર ગુંડા તત્વો દ્વારા કરવામાં આવતી હેરાનગતિને લઈને ન્યાયની માંગણી કરી છે.
વડોદરા શહેરમાં ફરી એક વખત ગુંડા તત્વો નો આતંક સામે આવ્યો છે ગુંડા તત્વોના આતંક થી કંટાળી ઉઠેલા શહેરના એક નામાંકિત બિલ્ડરે પત્રકાર પરિષદ યોજી વધુ માહિતી આપી હતી વડોદરાના નામાંકિત બિલ્ડર ગીરીરાજ ડેવલોપરે તેમના પોતાના અને તેમના પરિવાર પર ગુંડાઓના એક જૂથ દ્વારા હેરાન ગતિ કરવામાં આવી રહી હોવાના આક્ષેપ કર્યા છે, તેમજ ખોટી ફરિયાદો દાખલ કરી અને ફ્લેટ માલિકોને ઉશ્કેરવા સહિતની હેરાનગતિના કારણે પારિવારિક જીવનમાં અત્યંત તણાવ અને અંગત નુકસાન પણ થયું છે, સાથે જ આ સમગ્ર ઘટનાને લઈને તેમના પુત્ર એ પણ આત્મહત્યા કરી હતી. ત્યારે બિલ્ડર પોતાનું નામ સાફ કરવા કંપનીની પ્રતિષ્ઠા પુનઃસ્થાપિત કરવા અને સૌથી અગત્યનું તેમના પુત્રના દુઃખદ મૃત્યુ અને હેરાનગતિ માટે જવાબદાર લોકોને ન્યાયને કઠેરામાં લાવવાની માંગણી કરી હતી.

