Genius Daily News
વડોદરા જિલ્લોસાવલી

ગોઠડા ગ્રામપંચાયતની સ્વચ્છતા જુમ્બેશ : રમઝાન અને હોળી પૂર્વે ગામમાં સઘન સફાઈ કામગીરી

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ગોઠડા ગ્રામપંચાયત દ્વારા રમઝાન માસ તથા આગામી હોળી તહેવારને ધ્યાનમાં રાખીને સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ગામમાં સઘન સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

ગ્રામપંચાયત દ્વારા ગામના વિવિધ વિસ્તારો જેમ કે પ્રવેશદ્વાર, બસ સ્ટેશન, હોળી ચકલા, મદીના મસ્જિદ રોડ અને કબ્રસ્તાન રોડ સહિતના વિસ્તારોમાં વિશેષ સફાઈ કામગીરી કરવામાં આવી હતી. મુખ્ય માર્ગો, જાહેર રસ્તાઓ અને જાહેર સ્થળોની પણ વ્યાપક રીતે સાફસફાઈ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

આ અભિયાનનો મુખ્ય હેતુ તહેવારો દરમિયાન ગામમાં સ્વચ્છતા જળવાઈ રહે અને લોકોને સ્વચ્છ અને સ્વસ્થ વાતાવરણ મળે તેવો રહ્યો હતો. ગ્રામપંચાયત દ્વારા ગ્રામજનોને અપીલ કરવામાં આવી છે કે કચરો કચરાપેટીમાં જ નાખે, રોડ પર ગંદકી ન કરે અને સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બની ગામને સ્વચ્છ રાખવામાં સહયોગ આપે.

સાથે જ રોડ પર પાણીનો વેડફાટ ન થાય તેની પણ ખાસ કાળજી રાખવા ગ્રામજનોને નમ્ર અપીલ કરવામાં આવી છે.

Related posts

૮.૫ ફુટની છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા જાપાનના ટોકીયો ખાતે સ્થાપિત થશે

admin

વડોદરામાં અખંડ ફાર્મ મહેફિલ કાંડ જેવો કિસ્સો બિલ્ડરે પુત્રનાં લગ્નમાં પાર્ટી પ્લોટને બાર બનાવ્યો

admin

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા સયાજી કાર્નિવલ – ૫૩મા બાળમેળા અંગે પત્રકાર પરિષદ યોજાઈ

admin

Leave a Comment