36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોજેતપુર પાવી

પાણીબાર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ગ્રામ ઉત્કર્ષ મંડળ પાણીબાર દ્વારા શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવી.

છોટાઉદેપુર જિલ્લાના પાણીબાર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ભૂલકાંઓ માટે પાણીબાર ગ્રામ ઉત્કર્ષ મંડળ પાણીબાર દ્વારા દર વર્ષે ખુલતા ઉનાળું વેકેશન દરમિયાન ગામ ની પ્રાથમિક શાળા માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વર્ષ ની જરુરીયાત મુજબ ની પુરતી સ્ટેશનરીની કીટ તૈયાર કરી ને વિતરણ કરવા ની સેવાકીય પ્રવૃત્તિ છેલ્લા સાત વર્ષથી ગ્રામ ઉત્કર્ષ મંડળ પાણીબાર દ્વારા કરવામાં આવે છે. વાવણી નાં સમયે ખાતર, બિયારણ, દવાઓ તથા તથા ખેતી વિષયક અન્ય સામગ્રીઓ ખરીદવા નાં સમયે બાળકો માટે શૈક્ષણિક કીટ ખરીદી માટે આર્થિક સંકડામણ અનુભવતા વાલીઓ માટે કપરી સ્થિતિમાં કાંઈક અંશે મદદરૂપ થવાના હેતુથી ગ્રામ ઉત્કર્ષ મંડળે આ સરાહનીય પહેલ કરી છે જે સમાજમાં એક ઉદાહરણ કાર્ય કહી શકાય.

ગ્રામ ઉત્કર્ષ મંડળ પાણીબાર નાં સભ્ય ના જણાવ્યા મુજબ અમારા પાણીબાર ગામ માંથી નોકરી ધંધો કરતા મિત્રો નાં ગ્રુપ દ્વારા ગામ ની પ્રાથમિક શાળા માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને દર વર્ષે વિના મુલ્યે સ્ટેશનરી વિતરણ કરવામાં આવે છે, આ ઉપરાંત ગામમાં થી ધોરણ ૧૦ તથા ધોરણ ૧૨ ની બોર્ડની પરીક્ષામાં માં ચાલુ વર્ષે ઉંચા માર્કસ થી ઉત્તિર્ણ થયેલા તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવા તથા ચાલુ વર્ષે ગામ ગ્રામ ઉત્કર્ષ મંડળ પાણીબાર નાં સરકારી નોકરી કરતા કર્મચારીઓ/અધિકારીઓ નિવૃત્ત થયેલ હોય તો તેમનું પણ સન્માનિત કરવા સહિતના કાર્યક્રમો આયોજિત કરવામાં આવે છે.

ધોરણ ૧૦ માં ૭૦ ટકા થી વધુ માર્ક્સ સાથે ઉત્તીર્ણ થયેલા જિગીષા પ્રેમલાભાઈ રાઠવા, મનિષા પરેશભાઈ રાઠવા, પ્રમિત અનુભાઈ રાઠવા, જ્યારે ધોરણ ૧૨ માં થી અરૂણા કિલાશભાઈ રાઠવા, ચિરાગ મનહરભાઈ રાઠવા, ઇન્દ્રજીત અનુભાઈ રાઠવા, મેહુલ દશરથભાઈ રાઠવા, અસ્કોઈ ખુશાલભાઈ રાઠવા તેમજ ઉચ્ચ અભ્યાસ માટે સીએ ઈન્ટર પાસ હેમંત લાલજીભાઈ રાઠવા નું સન્માન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં પાણીબાર ગામ નાં જ પરંતુ વર્ષોથી વડોદરા શહેર માં રહેતા કર્મચારીઓ વરશનભાઈ રાઠવા, અમરસિંગભાઇ કે રાઠવા, રિકેશભાઈ રાઠવા, પ્રેમાભાઈ રાઠવા તથા બોડેલી ખાતે થી પ્રો.સુમનભાઈ રાઠવા , જયંતીભાઈ રાઠવા, ગોપાલભાઈ રાઠવા, પાવીજેતપુર થી મનુભાઈ ખુમાણસિહભાઈ રાઠવા , ભરૂચ થી લાલજીભાઈ રાઠવા તેમજ છોટાઉદેપુર ખાતે થી છીતુભાઈ રાઠવા અને વાલસિંગભાઈ રાઠવા સહિત ગામ નાં અગ્રણીઓ ડેપ્યુટી સરપંચ મુકેશભાઈ રમેશભાઈ રાઠવા, એસએમસી અધ્યક્ષ ભરતભાઈ રાઠવા, ગ્રુપ આચાર્ય સલોજ વેચાતભાઈ મનજીભાઈ રાઠવા, શંકરભાઈ વરજુભાઇ રાઠવા,અજલાભાઈ કરશનભાઈ રાઠવા, પ્રતાપભાઈ તેરસિગભાઈ રાઠવા, અશોકભાઈ જીવણભાઈ રાઠવા, રણજીતભાઈ શંકરભાઈ રાઠવા, કનુભાઈ તેરીયાભાઇ રાઠવા, તથા પ્રાથમિક શાળા નાં આચાર્ય પ્રિયંકાબેન રાઠવા, મિતેશકુમાર રાઠવા, યશપાલસિંહ સોલંકી, કંચનભાઈ રાઠવા, તનવીબેન ડામોર, અમીતાબેન વસાવા, દિપીક્ષાબેન પરમાર સહિત મધ્યાહન ભોજન સંચાલક સવિતાબેન રાઠવા તથા મોટી સંખ્યામાં ગ્રામજનો તથા શાળા નાં ૧૪૦ થી વધુ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં બે કલાક મા બે ઇંચ વરસાદ પડતા કૂકાવટી રોડ ઉપર દુકાનો અને ઘરોમા વરસાદી પાણી ભરાયા હતા.

admin

સંખેડા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનાના રાજ્ય બહારના છેલ્લા ચાર વર્ષ થી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ.

admin

છોટાઉદેપુર મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા ગ્રાહકો માટેની સુવિધા માટે 24×7 એક નવી મેન્ટેનન્સ વાનનો વધારો કરવામાં આવ્યો

admin

Leave a Comment