43.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરમાં રામદેવજીના જ્યોત પાટોત્સવ-૨૦૨૫નો ભવ્ય ઉજવણી મહોત્સવ

વડોદરા શહેરના હરણી મેઇન રોડ સ્થિત હિરાનગર શોપિંગ સેન્ટરમાં શ્રી અરવલ્લી રામદેવ ભકત મંડળ પરિવાર – હીરાનગર ચેરીટેબલ ટ્રસ્ટના સૌજન્યથી શ્રી રામદેવજી ભગવાનનો જમા જાગરણ અને જ્યોત પાટોત્સવ – ૨૦૨૫ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

આ પાવન પ્રસંગે ભક્તિભર્યો માહોલ છવાઈ ગયો હતો. કાર્યક્રમમાં અદભૂત ભજનસંધ્યા, દિવ્ય જ્યોત પ્રાગટ્ય, ભવ્ય મહા આરતી અને આત્માને સ્પર્શે તેવી સંતવાણીના સુંદર આયોજન સાથે મહાપ્રસાદ પણ વિતરણ કરવામાં આવ્યો હતો.

આ મહોત્સવી પ્રસંગે પાવન આશીર્વાદ આપવા પં.પૂ. મહંત શ્રી ગોસ્વામી ધનેશ્વરગીરી મહારાજ (દેવરાજ ગુરુગાદી), સંત શ્રી દેવાયત પંડિતની ચેતન સમાધી સ્થાનક અને જ્યોત પાટોત્સવના ગાદીપતિ શ્રી ભયજીરામ બાપુ (સાવલી-અહીમા) સહિત ઘણા નામી અને અનામી સંતો પધાર્યા હતા.

આ ભવ્ય અને આલૌકિક મહોત્સવે હજારો ભક્તજનોને એકત્રિત કરીને ભક્તિ અને એકતાનો ઉમંગ ઊભો કર્યો હતો.

Related posts

ફરજ દરમિયાન મૃત્યુ પામેલા હોમગાર્ડ જવાનના પરિવારને રૂપિયા 4.05 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો

admin

જશને આઝાદી અંતર્ગત અમમ ફાઉન્ડેશન દ્રારા બિગ દસ્ટબીન મેકીંગ સ્પર્ધા નું આયોજન

admin

શ્રી સિધ્ધેશ્વરી ચેરીટેબલ ટ્રસ્ટ, શ્રી સાવલી દશા દિશાવળ વણિક ખાતે હૃદય રોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો

admin

Leave a Comment