Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ફરજ દરમિયાન મૃત્યુ પામેલા હોમગાર્ડ જવાનના પરિવારને રૂપિયા 4.05 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો

વડોદરા શહેરમાં લક્ષ્મીપુરા ગામ ખાતે રહેતા સ્વ. નિતેશ અરવિંદ જારીયા ફરજ દરમિયાન મૃત્યુ પામેલા હોમગાર્ડ જવાનના પરિવારને રૂપિયા 4.05 લાખ નો ચેક અર્પણ કરવામાં આવ્યું હતું

વડોદરા શહેરમાં ગતરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના બંદોબસ્તમાં હોમગાર્ડમાં ફરજ દરમિયાન સ્વ. નિતેશ અરવિંદ જારીયા હાર્ટ અટેક
ના કારણે મૃત્યુ પામેલા હોમગાર્ડ જવાનના પરિવારને 24 કલાકમાં ₹4.05 લાખ ના ચેક ની સહાય અવસાન પામેલા એક હોમગાર્ડ જવાનના પરિવારને આર્થિક સહાય કરી છે. આ ઘટનાથી શોકમાં ગરકાવ થયેલા પરિવારજનોને સાંત્વના આપવા ગાંધીનગરથી અધિકારીઓ વડોદરા દોડી આવ્યા હતાગઈકાલે વડોદરામાં ફરજ પર હાજર સ્વ. નિતેશકુમાર અરવિંદ જારીયા જવાનનું હાર્ટ એટેક આવતા કરુણ અવસાન થયું હતું. આ આઘાતજનક સમાચાર મળતા જ પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. જોકે, સરકારે સંવેદનશીલતા દાખવી ત્વરિત કાર્યવાહી કરી હતી. આજે સવારે જ ગાંધીનગરથી આવેલા અધિકારીઓએ મૃતક જવાનના પરિવારની મુલાકાત લીધી .જિલ્લા હોમગાર્ડઝ કચેરી વડોદરા શહેર સ્વ. નિતેશકુમાર અરવિંદ જારીયા નાઓનું અવસાન થતા હોમગાર્ડઝ કલ્યાણ નિધિમાંથી તેમને સરકાર દ્વારા મળવાપાત્ર રૂપિયા 4.5, લાખ નો ચેક અર્પણ કર્યો.
સરકારી અધિકારીઓ દ્વારા સાંત્વના અને ખાતરી આપી હતી. ગાંધીનગરથી આવેલા. ગાંધીનગર SSO મનીષ ત્રિવેદી, ઓફીસર કમાન્ડીગ
હોમગાડઝ યુનિટ ઝોન-બી વડોદરા ગૌરાંગ જોશી, ભાજપના શહેર ભાજપ કારોબારી સભ્ય પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે,સહિતના અધિકારીઓએ પરિવારજનો સાથે વાતચીત કરી, તેમને સાંત્વના પાઠવી હતી. તેમણે પરિવારને ખાતરી આપી કે ભવિષ્યમાં જ્યારે પણ જરૂર પડશે ત્યારે સરકાર તેમની પડખે ઊભી રહેશે. સ્વ: નિતેશ જારીયાના પરિવારજનો ગાંધીનગરથી આવેલા અધિકારીઓ અને રાજેશ આયરેનો આભાર વ્યક્ત કર્યો હતો. ગાંધીનગરથી આવેલા અધિકારી મનીષ ત્રિવેદી અને જિલ્લા કમાન્ડર ગૌરાંગ જોશીએ પણ આ દુઃખદ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો અને પરિવારને શક્ય તમામ મદદની ખાતરી આપી હતી. રાજેશ આયરે પણ આ મુશ્કેલ સમયમાં પરિવારની પડખે રહેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

Related posts

દિવ્યા ભાવના યુવક મંડળ દ્વારા શ્રી શિવ મહાપુરાણ કથા આયોજન કરવામાં આવ્યું

admin

ગંભીરા પુલ દુર્ઘટના બાદ એસયુસીઆઇ દ્વારા વિરોધ દર્શાવી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી

admin

વડોદરાના સયાજીગંજના પરશુરામ ભઠ્ઠામાં નવીનગરીમાં પીવાના પાણીની સમસ્યાને લઈ સ્થાનિકોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન

admin

Leave a Comment