30.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના સયાજીગંજના પરશુરામ ભઠ્ઠામાં નવીનગરીમાં પીવાના પાણીની સમસ્યાને લઈ સ્થાનિકોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન

વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલ પરશુરામ ભઠ્ઠામાં નવીનગરી વસવાટ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. પાણીની અછતને કારણે સ્થાનિક રહેવાસીઓ હેરાન-પરેશાન બન્યા છે.

આ સમસ્યાને લઈને આજે નવીનગરી વસવાટના સ્થાનિક રહીશો રસ્તા પર ઉતરી આવ્યા હતા. તેમણે માટલા ફોડી અને “હાય રે કોર્પોરેશન હાય હાય”ના નારા લગાવી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. લાંબા સમયથી ચાલી રહેલી પાણીની તંગીથી લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

સ્થાનિકોનું કહેવું છે કે અનેક રજૂઆતો છતાં સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી, જેના કારણે રોજિંદા જીવન પર અસર પડી રહી છે. વિરોધ પ્રદર્શન દરમિયાન તાત્કાલિક પાણી પુરવઠો સુચારુ કરવાની માંગ કરવામાં આવી હતી.

હાલ સમગ્ર મામલે મહાનગરપાલિકા તરફથી શું કાર્યવાહી થાય છે તેની પર સૌની નજર ટકેલી છે.

Related posts

વડોદરા મહાનગર પાલિકા ના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા ઓન એક્શન મોડ

admin

પાલિકાની નિયમિત રીવ્યુ બેઠક યોજાઈ, વિકાસકાર્યોની સમીક્ષા બાદ કમિશનરે આપી માહિતી

admin

વડોદરાના ગોરવામાં 60 વર્ષીય વૃદ્ધે સગીરાને બેઝમેન્ટમાં લઇ જઇને દુ-ષ્કર્મ આચર્યું

admin

Leave a Comment