જિલ્લાના નેત્રંગ ખાતે ધારાસભ્ય શ્રી ચૈતર વસાવા અને શ્રી અનંત પટેલની આગેવાનીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૦મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. નેત્રંગના અમલાવાડી ગ્રાઉન્ડ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતર વસાવા, ધારાસભ્ય અનંત પટેલ, આગેવાન શ્રી શેરખાન પઠાણ, યુથ પાવર વાલિયાના અધ્યક્ષ શ્રી રજની વસાવા, વિદ્યાર્થી નેતા શ્રી યુવરાજસિંહ જાડેજા અને શ્રી રૂસ્તમ પઠાણ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમની શરૂઆતમાં નેત્રંગ ગામના ચાર રસ્તા સ્થિત ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને આદિવાસી રીત-રિવાજ મુજબ પૂજા-અર્ચના કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સભા સંબોધતા ધારાસભ્ય ચૈતર વસાવા અને ધારાસભ્ય અનંત પટેલે ભગવાન બિરસા મુંડાજીના જીવન અને આદર્શોને યાદ કર્યા હતા અને સરકાર પર આદિવાસીઓના મુદ્દે પ્રહાર કર્યા હતા.

