36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરા જિલ્લોસાવલી

સાવલી પોલીસ મથકના GRD કર્મીનું અકસ્માતમાં મો-ત, પંથકમાં શોક

સાવલી પોલીસ મથકમાં ફરજ બજાવતા GRD (ગ્રામ રક્ષક દળ) કર્મીનું અકસ્માતમાં કરુણ મોત નિપજ્યું છે. ફરજ પૂર્ણ કરી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે તેમની બાઈક સ્લીપ થતાં અકસ્માત સર્જાયો હતો.

મળતી માહિતી મુજબ રસૂલપુર ગામ નજીક ચામુંડા ફાર્મ પાસે આ દુર્ઘટના બની હતી. ૩૪ વર્ષીય વિક્રમ ઉદેશીંહ ચૌહાણને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું.

ઘટનાની જાણ થતાં પરિવારજનો તેમજ પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. બાદમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સાવલી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

GRD કર્મીના અચાનક અવસાનથી સમગ્ર પંથકમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. સ્થાનિકોમાં દુઃખની લાગણી સાથે પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરવામાં આવી રહી છે.

Related posts

ની સહાય બ્લાઇન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઠંડીમાં બ્લાઇન્ડ ભાઈ-બહેનોને ગરમ ચાની સેવા

admin

ભારતીય મહિલા ટીમે પ્રથમ ખો-ખો વર્લ્ડ કપમાં ઇતિહાસ રચ્યો… ગુજરાતના ડાંગ જિલ્લાના ભીલાર ગોપીલાનું વડોદરા એરપોર્ટ પર ભવ્ય સ્વાગત

admin

વડોદરા શહેરના રાજપરાની પોળ વિસ્તારમાં આવેલ એક ગોડાઉન પરથી પ્રતિબંધિત દોરીનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો

admin

Leave a Comment