Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય માર્ગ પર R&B વિભાગની ઘોર બેદરકારી : પ્રમુખસ્વામી હોસ્પિટલ પાસે જીવલેણ ખાડો

ડભોઇ વિભાગે R&B પાણીના નિકાલ માટે વરસાદી કાંસ હમણાં સુધી ને કોઈ પાણીમાં નિકાલ થયો નથી સરકારના કરોડો રૂપિયા પાણીમાં ડભોઇ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ (એકતાનગર) ને જોડતો મુખ્ય માર્ગ હાલમાં વહીવટી તંત્રની ઉદાસીનતાનો ભોગ બન્યો છે.

ડભોઇ નગરપાલિકાની હદમાંથી પસાર થતા આ હાઈવે પર માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા બનાવવામાં આવેલી વરસાદી કાંસ મુસાફરો અને સ્થાનિક રહીશો માટે આશીર્વાદને બદલે આફત સમાન બની ગઈ છેમુખ્ય સમસ્યાઓ અને તંત્રની બેદરકારી શોભાના ગાંઠિયા જેવી કાંસ રોડના પાણીના નિકાલ માટે બનાવેલી આ કાંસ ટેકનિકલ ખામીઓને કારણે ચોમાસામાં નગરના પાણીના નિકાલમાં અવરોધ ઊભો કરે છે, જેના લીધે ડભોઇ શહેરજળબંબાકારની સ્થિતિ સર્જાય છે.મોટું ભંગાણ અને અકસ્માતનો ભય: હાલમાં ડભોઇની શિનોર ચોકડી પાસે આવેલી પ્રમુખસ્વામી હોસ્પિટલની બિલકુલ બહાર આ કાંસમાં મોટું ગાબડું (ભંગાણ) પડ્યું છે. હોસ્પિટલ હોવાથી અહીં દર્દીઓ અને વાહનોની સતતઅવરજવર રહે છે, ત્યારે કોઈપણ ક્ષણે કોઈ મોટો અકસ્માત સર્જાય તેવી પૂરેપૂરી શક્યતા છે.
​અણઘડ આયોજન: સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરી માત્ર કાગળ પર છે. યોગ્ય ઉંડાઈ અને ક્ષમતાના અભાવે આ કાંસ પાણીનો નિકાલ કરવામાં સદંતર નિષ્ફળ રહી છે.સ્થાનિકોની માંગ:
​તંત્ર કોઈ મોટી જાનહાનિની રાહ જોઈ રહ્યું છે આ કાંસનું તાત્કાલિક રીપેરીંગ કરવામાં આવે અને નવેસરથી ઉંડાઈ વધારીને એવી રીતે બનાવવામાં આવે કે જેથી ડભોઇ નગરપાલિકાના વિસ્તારના પાણીનો પણ નિકાલ થઈ શકેતંત્ર જાગશે ખરું?
એક બાજુ સરકાર પ્રવાસન ધામ વિકસાવવા કરોડોનો ખર્ચ કરે છે, ત્યારે બીજી તરફ તેના મુખ્ય માર્ગ પર જ આવી ગંભીર બેદરકારી તંત્રની કામગીરી સામે મોટા સવાલિયા નિશાન ઊભા કરે છે.

Related posts

વડોદરાના બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ રહસ્યમય સંજોગોમાં ગુમ

admin

વડોદરા મહા નગર પાલિકા ખાતે પાલિકાની સામાન્ય સભા મળી હતી જેમાં સ્થાયી સમિતિના બેઠક તા. 23-08-2024 ને શુક્રવારની રોજ સાંજના ૪ ૦ કલાકે સમિતિખંડમાં મળી હતી…

admin

હોમ સાયન્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીનીઓ સિગ્નેચર ડે મનાવતા રડી પડ્યા

admin

Leave a Comment