33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઇના પલાસવાડા પાસે ગ્રીન ડેકોરેશન’ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર

​ડભોઇ ચોમાસાની ઋતુમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે, ત્યારે વડોદરા-ડભોઇ સ્ટેચ્યુ ઓફ યુનિટી મુખ્ય માર્ગ પર કુદરતનું એક અદભૂત સર્જન જોવા મળી રહ્યું છે. ડભોઇના પલાસવાડા ફાટક પાસે કુદરતી રીતે ઉગી નીકળેલી વેલોએ ઝાડ પર એવું સુંદર ‘ડેકોરેશન’ કર્યું છે કે જાણે કોઈ નિષ્ણાંત ડેકોરેટરે લાખોના ખર્ચે આખું વન શણગાર્યું હોય મુખ્ય આકર્ષણો કરોડોનું કામ કુદરતે મફતમાં કર્યું: સામાન્ય રીતે આવું ડેકોરેશન કરવા માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવો પડે છે, પરંતુ અહીં કુદરતી વેલોએ ઝાડને એવી રીતે ઢાંકી દીધા છે કે તે એક મનોહર આકૃતિ સમાન ભાસે છે.સેલ્ફી પોઈન્ટ બન્યુ

પલાસવાડા: સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU) તરફ જતાં પ્રવાસીઓ અને સ્થાનિક મુસાફરો આ નયનરમ્ય દ્રશ્યો જોઈને પોતાના વાહનો થોભાવી રહ્યા છે. લોકો અહીં ઉભા રહીને ફોટોગ્રાફી અને સેલ્ફીનો આનંદ માણી રહ્યા છે.ગ્રીન કાર્પેટ જેવો નજારો: સમગ્ર માર્ગ પર કુદરતી હરિયાળીની ચાદર પથરાઈ હોય તેવું દ્રશ્ય સર્જાયું છે, જે પ્રવાસીઓના મન મોહી રહ્યું છે આ કુદરતી સુંદરતા જોઈને એવું લાગે છે કે આપણે કોઈ વિદેશી લોકેશન પર આવી ગયા હોઈએ. પલાસવાડા પાસેનું આ દ્રશ્ય ખરેખર અવિસ્મરણીય છે.” – એક પ્રવાસી
​મુસાફરો માટે સૂચના આ માર્ગ મુખ્ય હાઈવે હોવાથી, ફોટા પાડવા માટે વાહન ઉભું રાખતી વખતે ટ્રાફિકને અડચણ ન થાય તેનું ધ્યાન રાખવા વહીવટી તંત્ર દ્વારા પણ અપીલ કરવામાં આવે છે.

Related posts

ડભોઇની પતંગોની ગુજરાતના અનેક શહેરોમાં માગ ડભોઇ ના અનેક કારીગરો પતંગ બનાવી વરસભરની આજીવિકા મેળવે છે

admin

ગીરીરવાવક ડેવલોપર્સએ તેમની અને તેમના પરિવાર ઉપર ગુંડા તત્વો દ્વારા કરવામાં આવતી હેરાનગતિને લઈને ન્યાયની માંગણી કરી

admin

વડોદરામાં પાણીગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ૧ના મકાનને તસ્કરો નિશાન બનાવી સોના ચાંદીના દાગીના લઇ ફરાર

admin

Leave a Comment