37.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 29, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના કમાટીબાગમાં બાળકીના મૃત્યું બાદ ટ્રેનના ટ્રેકની આસપાસ ગ્રીલ લગાવવામાં આવી

બાળકીના મોત બાદ વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર જાગ્યુ હતું. કમાટીબાગના જોય ટ્રેનના ટ્રેકની આસપાસ ગ્રીલ લગાવી હતી.

વડોદરા શહેરના કમાટીબાગ ખાતે જોય ટ્રેનના તમામ ખુલ્લા ટ્રેક આસપાસ તંત્ર દ્વારા સાવચેતીના પગલા રૂપે આખરે ગ્રીલ લગાવવામાં આવી રહી છે. વર્ષોથી રેઢિયાળ તંત્રએ તેની સામે કાયમ માટે આખ ખાડા કામ કર્યા હતા. પણ આખરે તાજેતરમાં જ કરજણની એક બાળકીનું જોય ટ્રેનની અડફેટે કરુણ મોત થયા બાદ સેફટી પ્રત્યે અનેક સવાલો ઊભા થયા હતા. પાલિકા તંત્ર આખરે જાગ્યું હતું અને આ ટ્રેનના ટ્રેકની આસપાસ ખુલ્લી જગ્યાએ લોખંડની ગ્રીન લગાવવાનું કામ શરૂ કરાયું છે. તાજેતરમાં જ જોઈ ટ્રેનની અડફેટે બાળકીનું મોત નીપજતા તાત્કાલિક ધોરણે જોય ટ્રેન બંધ કરવામાં આવી હતી હવે બીજો કોઈ આવો કરુણ બનાવ ન બને તે માટે તંત્ર દ્વારા ગ્રીલ લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે કમાટી બાગ ખાતે મોટી સંખ્યામાં સહેલાણીઓ બાળકો સાથે ફરવા માટે આવે છે અને આ જોય ટ્રેનમાં લોકો પોતાના બાળકો સાથે કમાટી બાગની સફર કરતા હોય છે ત્યારે આ જોય ટ્રેન જ્યાં જ્યાંથી પસાર થાય છે ત્યાં ખુલ્લી જગ્યાએ તંત્ર દ્વારા ગ્રીલ લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. બીજી કોઈ ગમખ્વાર દુર્ઘટના ન બને તેની તકેદારીના ભાગરૂપે તંત્ર દ્વારા આ સુચારું આયોજન કરવામાં આવ્યું છે.

Related posts

સાવલીમાં રમઝાન દરમિયાન ઈફ્તાર પાર્ટી, ધાર્મિક સૌહાર્દનું સુંદર દ્રશ્ય

admin

વડોદરા તાલુકામાં અતિભારે વરસાદ અને વિનાશક પુરના કારણે ખેડૂતોના ઉભા પાકને નુકશાન થયેલ છે તેનુ યોગ્ય વળતર આપવા બાબત

admin

વડોદરા શહેરના વોર્ડ નંબર ૩ના ભાજપના પીઢ પરાક્રમ સિંહ જાડેજા નગર સેવકએ ચૂંટણી ન લડવાની કરી જાહેરાત

admin

Leave a Comment