36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા એ પત્રકાર પરિષદમાં રાજ્ય સરકાર પર આદિવાસી મુદ્દે આક્ષેપો કર્યા

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા એ પત્રકાર પરિષદમાં રાજ્ય સરકાર પર આદિવાસી મુદ્દે આક્ષેપો કર્યા હતા. તેમણે જણાવ્યું કે કોંગ્રેસે જળ, જંગલ અને જમીનના અધિકારો આપ્યા હતા, પરંતુ હાલની “ડબલ એન્જિન સરકાર” આ અધિકારો સુનિશ્ચિત કરવામાં નિષ્ફળ રહી છે.

તેમણે જણાવ્યું કે અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસીઓને ન્યાય અપાવવા માટે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આદિવાસીઓ સાથે ભેદભાવ થતો હોવાનો આક્ષેપ કરતા તેમણે વિકાસ માટે ફાળવાતા બજેટમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો દાવો કર્યો હતો. મનરેગા અને “નલ સે જલ” જેવી યોજનાઓમાં પણ ગેરરીતિઓ થઈ હોવાનું તેમણે જણાવ્યું.

આ પ્રસંગે તેમણે જણાવ્યું કે વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી 23 માર્ચે વડોદરા આવશે અને આદિવાસી વિસ્તારના પ્રશ્નો અંગે ચર્ચા કરશે.

ઓલ ઈન્ડિયા કોંગ્રેસ આદિવાસી વિભાગના ચેરમેન ડૉ. વિક્રાંત ભુરીયા એ પણ રાજ્ય સરકાર પર આદિવાસીઓના શોષણના આક્ષેપો કર્યા હતા. તેમણે જણાવ્યું કે “ત્રીપલ એન્જિન સરકાર” હેઠળ આદિવાસીઓને યોગ્ય ન્યાય મળતો નથી અને SOU માટે આપવામાં આવેલા વચનો પણ પૂર્ણ થયા નથી.

ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરી એ જણાવ્યું કે આદિવાસી અધિકાર સંવિધાન સંમેલનમાં લગભગ 1000 જેટલા ડોક્ટર, એન્જિનિયર અને એનજીઓના પ્રતિનિધિઓ ભાગ લેશે.

તેમણે વધુમાં ઉમેર્યું કે 2006માં જંગલ જમીન માટે કાયદો પસાર થયો હોવા છતાં 18 વર્ષ બાદ પણ આદિવાસીઓને જમીન માલિકીનો હક મળ્યો નથી. સરકારી નોકરીઓમાં પણ તેમને યોગ્ય લાભ મળતો નથી.

કોંગ્રેસ નેતાઓએ દાવો કર્યો કે છેલ્લા બે વર્ષમાં કેન્દ્ર સરકારે આદિવાસી વિકાસ માટે નાણાં ફાળવ્યા હોવા છતાં રાજ્ય સરકાર દ્વારા તેનો પૂરતો લાભ પહોંચાડવામાં આવ્યો નથી.

આ સંમેલનમાં આદિવાસી મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરીને અહેવાલ તૈયાર કરવામાં આવશે તેમજ આગામી આંદોલનની દિશા નક્કી કરવામાં આવશે.

Related posts

દાદાભાઈ નવરોજી 199મી પુણયતિથી નિમિતે વડોદરા મહા નગર પાલિકા દ્વારા સયાજીગંજ વિસ્તારમાં આવેલ પ્રતિમા ને પુષ્પાંજલિ

admin

વડોદરા શહેરના કુંભાવાડા વિસ્તારમાં છેલ્લા 46 વર્ષ થી નાના ઘરમાં દશામાંની વિશાળ મૂર્તિ બેસાડતા ઉજળીબેન..

admin

પરિવાર ફાઉન્ડેશન દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓ માટે પીવાના બાઉલનું વિતરણ

admin

Leave a Comment