ભારતીય શાસ્ત્રોમાં ગુરૂ પૂર્ણિમાનું અનેરૂ મહત્વ રહ્યું છે. ગુરૂ પૂર્ણિમા ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનો ખુબ જ મહત્વનો તહેવાર છે. ઉલ્લેખનીય છે કે, દર વર્ષે અષાઢ મહિનાની પૂર્ણિમાને ગુરૂ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે માંજલપુર ગામ ખાતે આવેલ કબીર મંદિર ખાતે જયરામ દાસ સાહેબ મંદિર ખાતે ગુરપૂર્ણિમા ઉત્સવ અને ભજન સંધ્યા નો કાર્યકમ યોજાયો.
ભારતીય શાસ્ત્રોમાં ગુરૂ પૂર્ણિમાનું અનેરૂ મહત્વ રહ્યું છે. ગુરૂ પૂર્ણિમા ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનો ખુબ જ મહત્વનો તહેવાર છે. ઉલ્લેખનીય છે કે, દર વર્ષે અષાઢ મહિનાની પૂર્ણિમાને ગુરૂ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. વાસ્તવમાં ગુરૂનો અર્થ થયા છે, ‘અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાન રૂપી પ્રકાશમાં જનાર.’ સામાન્ય રીતે વિશ્વમાં બે પ્રકારના ગુરુ હોય છે. પ્રથમ તો શિક્ષણ આપતા ગુરુ અને બીજું દીક્ષા આપતા ગુરુ. શિક્ષા ગુરુ બાળકને શિક્ષિત કરે છે અને દીક્ષા ગુરુ શિષ્યમાંથી સંચિત અવગુણો દૂર કરે છે અને તેના જીવનને સત્યના માર્ગે લઈ જાય છે.
વડોદરા શહેરમા માંજલપુર ગામ ખાતે આવેલ કબીર મંદિર ખાતે જયરામ દાસ સાહેબ મંદિર ખાતે ગુરપૂર્ણિમા ઉત્સવ અને ભજન સંધ્યા નો કાર્યકમ યોજાયો હતો જેમાં વડોદરા અને આજુબાજુ ગામ ના ભગતો એ આજે ગુરુજી ના આશીર્વાદ લીધા હતા

