36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
ચુડાસુરેન્દ્રનગર જિલ્લો

ચુડા સોની સમાજની વાડી ખાતે હસી ખુશી ગ્રુપ દ્વારા નિઃશુલ્ક છાશ વિતરણની વ્યવસ્થા ઊભી કરવામાં આવી

સોની સમાજની વાડી ચુડા ખાતે હસી ખુશી ગ્રુપ દ્વારા વિનામૂલ્ય છાશ વિતરણની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.આ સેવાકીય પ્રવૃતિમાં આશરે 400 લોકો નિઃશુલ્ક છાશ વિતરણ સેવાનો લાભ લઈ રહ્યા છે.આ ધોમધકતા તાપમાં અંદાજે જરૃરીયાતમંદ 400 પરીવાર વિનામૂલ્યે છાશનો લાભ લઈ રહ્યા છે.
નોંધનીય છે કે દર વર્ષે ઉનાળાની સિઝનમાં સેવાભાવી સંસ્થાઓ તથા દાતાઓના સહયોગથી છાશ વિતરણ કેન્દ્રો શરૂ કરવામાં આવે છે.દાતાઓની મદદથી ચાલુ કરવામાં આવેલ સેવાકાર્યની શહેરીજનોમાં પ્રસંશા થઈ રહી છે
આ સેવામાં સહભાગી બનનાર હસી ખુશી ગ્રુપનાં મેમ્બરો અને સોની સમાજનાં પ્રમુખ હસુભાઈ સોની,કિશોરભાઈ સોની,વિપુલભાઈ સોની,અશ્વિનભાઈ શાહ,કમલેશભાઈ કોઠારી,રમણભાઈ સોની,દિનેશભાઈ પટેલ અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
આ કાર્યને સફળ બનાવવા માટે દીપકભાઈ દવે,પ્રવીણભાઈ તલાટી,હનીફભાઈ ભાસ,કે.કે.પઢીયાર દ્વારા સેવા આપી રહ્યા છે.

રિપોર્ટર : ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર 

Related posts

કલેક્ટર દ્વારા નોટીસ ખાણ ખનીજને અપાતા અધિકારી ઓ એ ગઢડા મુળી મુકામે ખોટો કેસ કર્યો દાખલ

admin

ચુડા તાલુકા ભાજપ દ્વારા નવી મોરવાડ ગામે કોંગ્રેસનું પૂતળા દહન કરવામાં આવ્યું.

admin

ચુડા તાલુકાનાં ચોકડી ગામનાં ખેડૂતો દ્વારા પીજીવીસીએલ કચેરી ચુડા ખાતે દોડી આવી આવેદનપત્ર આપ્યું.

admin

Leave a Comment