30.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
ચુડાસુરેન્દ્રનગર જિલ્લો

ચુડા સહિત સુરેન્દ્રનગર જિલ્લામાં અતિવૃષ્ટિથી ખેડૂતોને જમીનધોવાણ અને ઉભા પાકોમાં મોટું નુકસાન

સમગ્ર જિલ્લામાં ડ્રોન સર્વે કરવામાં આવે અને મુખ્યમંત્રી કીશાન સહાય યોજના અંતર્ગત સહાય ચુકવવાની માંગ ઉઠી

સુરેન્દ્રનગર જિલ્લામાં ગત ૨૫-૨૬-૨૭ ઓગસ્ટનો અતિભારે વરસાદ ખાબકતાં અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા કીશાન કોંગ્રેસ ચેરમેન રામકુભાઇ કરપડાએ જણાવ્યું હતું કે સુરેન્દ્રનગર ખાતે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ આવેલ અને સર્વેની કામગીરી ચાલુ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું

કૃષિમંત્રી જાહેરાત સર્વેની કરે છે પરંતુ છેલ્લા ચાર વર્ષથી જમીની લેવલે ખેડૂતોનાં ખેતર ઉપર કોઈ સર્વેની કામગીરી કરવામાં આવી નથી.

જિલ્લાના પાંચ લાખ ખેડૂતોનાં સર્વે નંબર ઉપર સર્વે થ‌ઈ શકે નહીં અગાઉ પણ આવી રીતે જાહેરાત કરી કોઈ સર્વે કામગીરી કરવામાં આવી નથી.

ત્યારે ડ્રોન દ્વારા સર્વે કરવામાં આવે તો સરળતા રહેશે અને ૨૦૨૦ થી પ્રધાનમંત્રી વીમા ફસલ યોજના કે સમગ્ર દેશમાં લાગુ છે.પરંતુ ગુજરાતમાં જ બંધ કરી મુખ્યમંત્રી કીશાન સહાય યોજના અમલમાં મુકવામાં આવી છે.ત્યારે તેના નિયમો મુજબ ખેડૂતોને નુકસાન સહાય ચુકવવામાં આવે નહીં કે S.D.R.F. મુજબ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કીશાન સહાય યોજના ૨૦૨૦ થી અમલમાં છે.

ફકત ઓફિસમાં બેસી કોઈ નુકસાન નથી તેમ સર્વે રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે. અને ખેડૂતોને જમીનધોવાણ પાક ધોવાણ પાક નિષ્ફળની કોઈ પણ પ્રકારની સહાય ચૂકવવામાં આવતી નથી.

રામકુભાઇ કરપડાએ જણાવ્યું હતું હાલ ખેડૂતોનાં પાક નુકસાન થયું છે તેમાં મોટોખર્ચ ખેડૂતો કરી ચુકયા છે અનો મોઢે આવેલ કોળીયો ઝુટવાય ગયો છે ત્યારે ખેડૂતોને સહાય નિયમો મુજબ મળવાપાત્ર છે ત્યારે સર્વેની કામગીરી શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

રિપોર્ટર : ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર 

Related posts

ધી સુરેન્દ્રનગર ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ બેંક ચુડા શાખાનું સ્થળાંતર કરાયું.

admin

તહેવાર અનુસંધાને ચોટીલા પોલીસ દ્રારા વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ

admin

સુરેન્દ્રનગરનાં ચુડા ખાતે ભાજપનાં નવનિયુક્ત હોદ્દેદારોને સન્માનિત કરાયાં

admin

Leave a Comment