41.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોવડોદરા જિલ્લો

વડોદરા થી છોટાઉદેપુર અને મધ્ય પ્રદેશ તરફ જતા ભારદારી વાહનોને લગભગ 70 કિમીનો ફેરવો લાગવાનો વારો આવશે

છોટાઉદેપુર જિલ્લામાં આવેલ નેશનલ હાઈવે નબર 56 ઉપર આવેલ સાત બ્રિજો પૈકી આજ રોજ બે બ્રિજો ઉપર ભારદારી વાહનોને અવર જવર પર રોક લગાવી જેને લઈ હવે વડોદરાથી છોટાઉદેપુર અને મધ્ય પ્રદેશ તરફ જતા ભારદારી વાહનોને લગભગ 70 કિમીનો ફેરવો લાગવાનો વારો આવશે.

હાલમાં વડોદરા અને જંબુસર વચ્ચે આવેલ બ્રિજના બે ભાગ થતા કેટલાય લોકોના જીવ ગયા જે બ્રીજે લોકોના જીવ લીધા તે બ્રિજ અગાઉ થીજ ક્ષતિગ્રસ્ત હોવાનું પણ જાણવા મળ્યું આવીજ ફરી ઘટના ના ઘટે તેને લઈ છોટાઉદેપુર જિલ્લા કલેકટરે બોડેલી નજીક મેરિયા અને ઓરસંગ નદી ઉપરના બ્રિજની મુલાકાત લીધી બ્રિજનું નિરીક્ષણ બાદ જિલ્લા કલેકટરે હાલ પૂરતા તકેદારીના ભાગરૂપે આ બંને બ્રિજ ઉપરથી ભારદારી વાહનોને પ્રસાર નહીં થવાનું જાહેરનામું બહાર પડ્યું છે. જ્યાં સુધી બ્રિજનું ટેસ્ટિંગ રિપોર્ટ નહીં આવે ત્યાં સુધી આ બ્રિજ ઉપર ભારદારી વાહનો માટે રોક લગાવવામાં આવે છે.

અચાનક આ નેશનલ હાઈવે નબર 56 ઉપરથી ભારદારી વાહનોને પસાર થવાના રોક પર રાહદારીઓને હવે વડોદરાથી છોટાઉદેપુર અને મધ્યપ્રદેશ જવું હશે તો તેમને 70 કિમીનો ચકરાવો લગાવવો પડશે. આ માર્ગ પર આવતા ખેડૂતોની કફોડી હાલત બની છે. કેળની ખેતી કરતા ખેડૂતોને કેળા ખરીદી કરવા વેપારીઓ નહીં આવે. અને જો ખેડૂતોને ખુદ વેચવા જવું હશે તો પણ મુશ્કેલી વેપારીઓનું કહેવું છે, કે લાબો ચકરાવો લગાવવો પડતો હોય તેમને વધુ ખર્ચ આવશે

કેટલાક લોકો તંત્રની બેદરકારીને ગણાવી રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લા માંથી પસાર થતી ઓરસંગ નદીમાં જે ભારે પ્રમાણમાં રેત ખનન થયું અને તેને લઈ નદીનો પટ નીચે ગયો અને બ્રિજના પાયા ખુલ્લા થયા. બ્રિજ પરના માર્ગ ઉપરથી ઓવર લોડ રેતી ભરીને પસાર થતી ટ્રકોને લઈ પાયા બેસી ગયા હોવાનું લોકો જણાવી રહ્યા છે. કોંગ્રેસના જિલ્લા પ્રમુખનું પણ કહેવું છે, કે આ બાબતે તંત્રમાં વારવાર રજૂઆતો કરી હતી.

હાલતો જે સ્થિતિની નિર્માણ થયું છે, અને ભારદારી વાહનો પર રોક લગાવતા રાહદારીઓ અને ખેડૂતોને ભારે તકલીફનો સામનો કરવાનો વારો આવ્યો છે. અગાઉથી જ તંત્ર આ બાબતે સતર્કતા દાખવી હોત અને માર્ગ ઉપર. આ બ્રિજોની તકેદારી રાખી હોત તો લોકોને તકલીફોનો સામનો કરવાના વારો ના આવ્યો હોત. હાલ તો આ વાહનોથી ધમધમતો માર્ગ સૂમસામ બનતો છે. ફરી આ માર્ગથી વાહનો કયારે ચાલશે તે તો તંત્ર નિર્ણય પર છે.

Related posts

₹47 લાખના હેરોઈન કેસમાં સંડોવાયેલા ASIના 5 ફેબ્રુઆરી સુધી રિમાન્ડ મંજૂર, વડોદરા પોલીસમાં ખળભળાટ

admin

ડાંગરના કટાની આડમાં દારૂની હેરફેર કરતા એક ઈસમને ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઈમ બ્રાંચ

admin

વડોદરાના અલકાપુરી રોડ પર સાઈડ લાઈટના મુદ્દે મારામારીનો વિડિયો વાયરલ

admin

Leave a Comment