માં દશામા માતાની મૂર્તિઓના સંદર્ભે કૃત્રિમ તળાવની મુલાકાત અર્થે મ્યુ. કમિશ્નર,પોલીસ કમિશ્નર અને વી.એમ.સી ના સ્થાયી સમિતિના ચેરમેન પહોચ્યા હતા. મહત્વનું છે કે આ વર્ષે માં દશામાં વિસર્જન અર્થે કુલ 7 તળાવ ની વ્યવસ્થા કરવામાં આવી છે. મહત્વનું છે કે ગયા વર્ષ ફકત 3 તળાવ હોવાથી માંજલપુર કુત્રિમ તળાવ ખાતે અવ્યવસ્થા સર્જાઇ હતી. જેને ધ્યાન રાખી આ વર્ષે 4 તળાવ વધારાના બનાવાયા છે. ત્યારે પોલીસ કમિશનર એ જણાવ્યું કે આ વખતે ક્વિક રિસ્પોન્સ ટીમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તેમજ પબ્લિક એડ્રેસ સિસ્ટમ થકી પોલીસ દ્વારા તમામ વિસર્જન કરવા માટે આવતા પરિવારને વિચારો રૂપે મેસેજ આપવામાં આવશે. વધુમાં સુરક્ષા અને તકેદારી ના ભાગરૂપે તમામ તળાવ ખાતે એમ્બ્યુલન્સની વ્યવસ્થા, ફાયર સિસ્ટમ , લાઈટ સિસ્ટમની સુવિધા પણ કરવામાં આવી છે.

