વડોદરામાં મોડી રાત્રે કારેલીબાગ સ્થિત આમ્રપાલી સ્થિત એક હિટ એન્ડ રનની ઘટના બની છે. આ ભયંકર અકસ્માતમાં ત્રણથી ચાર લોકોને ગંભીર ઇજા પહોંચી છે. આ અકસ્માતમાં એક નાની બાળકી પણ ગંભીર ઇજા પામી છે. અકસ્માત સર્જાતા રસ્તા પર મોટી સંખ્યામાં લોક ટોળા ઉમટી પડ્યા હતાં. અકસ્માત એટલો ગંભીર હતો કે કારની એરબેગ પણ ખુલી ગઈ હતી. અકસ્માતને અંજામ આપ્યા બાદ પણ યુવક એટલો નશામાં ચુર હતો કે, એ ભાન ભૂલી બુમો પાડવા લાગ્યો Another Round…. જેનો વિડિઓ સામે આવ્યો છે. વિડિઓ જોતા સમજી શકાય છે કે, આ ખાનદાની નબીરો કેટલા નશામાં હશે અને કયો નશો કર્યો હશે તે હવે પોલીસ તપાસનો વિષ્ય બન્યો છે. વડોદરાના કારેલીબાગ સ્થિત મુક્તાનન્દ સર્કલ પાસે આજે અંદાજે રત્ન સાડા અગિયાર વાગ્યાની આસપાસ ફૂલ ઝડપે આવતી વોકસવેગણ કારના ચાલકે રસ્તા પરથી પસાર થઈ રહેલા મોપેડ ચાલકે અડફેટે લેતા અંદાજીત 50 મીટર સુધી ઢસડી હતી. જેમાં એક બાળકી સહિત ચારથી પાંચ લોકો આ અકસ્માતનો ભોગ બન્યા હતા. અકસ્માત સર્જાતા ધડાકાભેર અવાજ આવતા આસપાસમાં રહેતા લોકો અને રાહદરીઓ ચોકી ઉઠ્યા હતાં જ્યારે અકસ્માત સર્જનાર નબીરાની કારની એરબેગ પણ ખુલી ગઈ હતી અને બોનેટનો કચ્ચરઘાણ બોલાઈ ગયો હતો. અકસ્માતને અંજામ આપી આ નબીરો કારમાંથી બહાર નીકળી બુમો પાડવા લાગ્યો Another Round… Another Round… ઓમ નમઃ શિવાય… બોલી રસ્તા પર બુમો પાડી રહ્યો હતો. જોકે અકસ્માત એટલો ગંભીર હતો કે, રાહદરીઓ અકસ્માત સર્જનાર નબીરનો પકડી પોલીસને હવાલો કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
previous post

