30.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા મહાનગર પાલિકાની દબાણ શાખા દ્વારા વોર્ડ 5 વિસ્તારમાં આવેલા TP પ્લોટ પરના ગેરકાયદેસર દબાણો દુર કરવામાં આવ્યા

વડોદરા શહેરમાં પાલિકાના TP પ્લોટ પર કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણો દુર કરવા માટે દબાણ શાખા અને જમીન મિલકત શાખા દ્વારા છાશવારે કાર્યવાહી કરવામાં આવે છે. જેના ભાગ રૂપે આજે વોર્ડ 5માં મહાવીર હોલ ચાર રસ્તા પાસેની પરિવાર સ્કુલ નજીકના પાલિકાના TP પ્લોટના દબાણો દુર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પાલિકાના પ્લોટમાં કાચા બાંધકામ, પતરાના શેડ અને પાકા દબાણો પણ હતા પાલિકાની દબાણ શાખાએ JCBની મદદથી દબાણો દુર કર્યા હતા. આ કામગીરીમાં જમીન મિલકત શાખાના અધિકારીઓ, વોર્ડ કક્ષાના અધિકારી તેમજ સ્થાનિક પોલીસ અને SRPની ટીમને સાથે રાખવામાં આવી હતી. અને શાંતિપૂર્ણ રીતે દબાણો દુર કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.

Related posts

વડોદરાના રાવપુરા વિસ્તારમાં અગાઉના ઝઘડાની અદાવતે બે શખ્સોનો યુવક ઉપર ચાકુ વડે હુમલો

admin

ગુરુપૂર્ણિમા ઉત્સવની વ્રજધામ ખાતે ભવ્ય ઉજવણી સંપન્ન થઇ. *શ્રીકૃષ્ણ ચરિત્રથી શૃંગારતી ભારતીય સંસ્કૃતિને સમર્પિત ” Krishna Kids Pre School “નું ઉદ્ઘાટન

admin

ગણેશજીની પ્રતિમાની તોડફોડ મામલે ફરિયાદ બાદ પોલીસે સઘન તાપસ કરતા મૂર્તિની તોડફોડનો ભેદ ખોલ્યો

admin

Leave a Comment