36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

“આધુનિક સંશોધનમાં ભારતીયતા : પદ્ધતિશાસ્ત્ર અને ભવિષ્યનાં માર્ગદર્શન” વિષય પર એક દિવસીય રાષ્ટ્રીય સેમિનારનું ભવ્ય આયોજન

ફેકલ્ટી ઑફ પરફોર્મિંગ આર્ટ્સ, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઑફ બરોડાએ ભારતીય વિચાર મંચ તથા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ – એમ.એસ.યુ.ના સહયોગથી “આધુનિક સંશોધનમાં ભારતીયતા : પદ્ધતિશાસ્ત્ર અને ભવિષ્યનાં માર્ગદર્શન” વિષય પર એક દિવસીય રાષ્ટ્રીય સેમિનારનું ભવ્ય આયોજન કર્યું.

ડીપ ઑડિટોરિયમ, એમ.કોમ. બિલ્ડિંગ ખાતે આયોજિત આ સેમિનારમાં યુનિવર્સિટીના વિવિધ ફેકલ્ટીમાંથી પ્રોફેસર, સંશોધક વિદ્યાર્થી અને શિક્ષણવિદોની ઉત્સાહપૂર્ણ હાજરી રહી. કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રજ્વલન, સરસ્વતી વંદના અને યુનિવર્સિટી ગાન સાથે થયો. ભારતીય વિચાર મંચ તથા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ – એમ.એસ.યુ. ના અધ્યક્ષ પ્રો. અમિત ધોળકિયા એ સ્વાગત ભાષણ આપતાં જણાવ્યું કે આધુનિક સંશોધનમાં ભારતીય મૂલ્યો, દાર્શનિકતા અને સંસ્કૃતિક વારસાને આવશ્યક રીતે સામેલ કરવા સમયની જરૂરિયાત છે. અંગ્રેજો જ્યારે ભારત આવ્યા ત્યારથી સંસ્કૃતિ પર ઘણા પ્રહાર કરવામાં આવ્યા પણ આપણી સંસ્કૃતિ જળ ખૂબ ઊંડી છે તેથી એટલી અસર ના પડી પણ આજે પણ સંસ્કૃતિ અને પરંપરા તેવા પ્રહારો ચાલુ જ છે તો તેના માટે જાગૃતિ લાવવી આજ ના સમય ની જરૂરિયાત છે.

Related posts

આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ વિધાનસભા સત્રના પહેલા દિવસે રોડ રસ્તા મુદ્દે પોસ્ટર બતાવી નારેબાજી કરી

admin

પુરના કારણે વડોદરામાં સર્જાયેલી તારાજીના સંકટમાંથી વડોદરાને બહાર લાવવા વડોદરાના નાગરિકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લખ્યો પત્ર

admin

શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વાઘોડિયા રોડ બાપોદજકાતનાકા રોડપર અક્ષયપાત્રનુ ભોજન લઇને જતી સીએનજી કારમાં લાગી આગ

admin

Leave a Comment