Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુરમાં પ્રભારી મંત્રી ડો. મનીષાબેન વકીલના અધ્યક્ષ સ્થાને જન જાતીય ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી

છોટાઉદેપુર એસ.એન.કોલેજ ગ્રાઉન્ડ ખાતે પ્રભારી મંત્રી ડો. મનીષાબેન વકીલના અધ્યક્ષ સ્થાને જન જાતીય ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી

રાજ્યભરમાં ભગવાન બિરસા મુંડા ની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી થઈ રહી છે,ત્યારે રાષ્ટ્ર નિર્માણમાં આદિજાતિ સમાજના ગૌરવપૂર્ણ યોગદાનને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે ‘જન જાતીય ગૌરવ વર્ષ મહોત્સવ’ની ઉજવણીના ભાગરૂપે એસ.એન.કોલેજ ગ્રાઉન્ડ છોટાઉદેપુર ખાતે આજ રોજ મહિલા અને બાળ કલ્યાણ, સામાજિક ન્યાય અને અધિકારીતા ના રાજ્યકક્ષાના મંત્રી અને પ્રભારી મંત્રી મનીષાબેન વકીલના અધ્યક્ષસ્થાને ઉજવણી કરવામાં આવી.

ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ભગવાન બિરસા મુંડા ની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતુ,

આ પ્રસંગે વડાપ્રધાનના ડેડીયાપાડા ના લાઈવ પ્રસારણ નિહાળવા મા આવ્યું હતું,

ઉપસ્થિત મહાનુભવોના હસ્તે આદીવાસી સમાજના વિશિષ્ટ સિધ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓનો સન્માન કરવામાં આવ્યું તેમજ સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભો નું વિતરણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમના અંતે પ્રભારી મંત્રી દ્વારા વિવિધ યોજનાઓ અંતર્ગત ના ટેન્કરો ને લીલી ઝંડી આપવામાં આવી હતી .

આ પ્રસંગે લોકસભા સાંસદ જશુભાઈ રાઠવા,જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ જિલ્લા કલેકટર ગાર્ગી જૈન,ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા,જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોલી,છોટાઉદેપુર તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા,જિલ્લા તાલુકા પંચાયત અને નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો,સરપંચો,તાલુકા શહેર ભાજપના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા વિધાનસભાના ધારાસભ્ય અભેસિંહ તડવીએ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને શિક્ષકોની ઘટને લઈને પત્ર લખી રજૂઆત કરી

admin

કલેકટર ગાર્ગી જૈનના અધ્યક્ષસ્થાને ભેંસાવહી ગામે રાત્રિસભા યોજાઇ

admin

શાળા પ્રવેશોત્સવના બીજા દિવસે ૯૪૫ ભૂલકાઓ અને વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી શાળામાં પ્રવેશ કરાવતા નાયબ મુખ્ય દંડક

admin

Leave a Comment