33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરામાં નાગા બાવાનો વેશ ધારણ કરીને ઠગ ટોળકીએ વેપારીને હિપ્નોટાઇઝ કરીને સોનાની ચેન અને વીંટી પડાવી લીધા

વડોદરા શહેરના આજવા રોડ પર ફટાકડાની સ્ટોલ ચલાવનાર વેપારીને કારમાં આવેલા નાગા બાવાના વેશમાં આવેલા શખ્સે હિપ્નોટાઇઝ કરીને સોનાની ચેન અને વિંટી કઢાવી લીધા બાદ કારમાં ફરાર થઇ ગઈ હતી. જેથી વેપારીએ બાપોદ પોલીસ સ્ટેશનમાં નાગા બાવાના વેશમાં આવેલા શખ્સ સહિત અન્ય બે ઠગ સામે ફરિયાદ નોંધાવી છે, જેના આધારે બાપોદ પોલીસે તેઓની શોધખોળ શરૂ કરી છે.

વડોદરા શહેરના આજવા રોડ પર આવેલા કમલાનગર તળાવ પાસે સૌજન્ય ટાઉનશિપમાં રહેતા સુરેશચંદ્ર દલપતરામ રાણાએ બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, હું છુટકમાં સિઝનેબલ ધંધો કરીને ગુજરાન ચલાવું છે. ગત 19 ઓક્ટોબરના રોજ હું આજવા રોડ પર HDFC બેંકની બહાર રાત્રે ફટાકડાનો સ્ટોલ નાંખ્યો હતો ફટાકડાના સ્ટોલમાં હું અને અમારા સ્ટોલ પર કામ કરતા રૂસ્તમભાઈ હાજર હતા.

બપોરના આશરે 3.30 વાગ્યાની આસપાસ એક નંબર પ્લેટ વગરની કાર અમારા સ્ટોલની સામે આવી ઉભી રહી હતી અને સુરસાગર કંઈ બાજુથી જવાય છે, તેમ પુછ્યું હતું. જેથી મારી સાથે હાજર રૂસ્તમભાઈએ તેઓને સુરસાગર જવાનો રસ્તો બતાવ્યો હતો. ત્યારબાદ તેઓ તેની સાથે થોડીવાર વાત કારના ડ્રાઈવરે મને બુમ પાડીને બોલાવ્યો હતો, જેથી હું તેઓની કાર પાસે ગયો હતો. તે સમયે ગાડીમા 3 ઈસમ હાજર હતા.

ગાડીનો ડ્રાઈવર તથા તેની બાજુની સીટમાં એક નાગા બાવાના વેશમાં હતો અને એક ઈસમ પાછળની સીટ પર બેઠેલો હતો. આ સમયે પાછળની સીટ પર બેસેલા ઇસમે મને કહ્યું હતું કે, નાગા બાવા આયે હૈ, ઉનકા આશીર્વાદ લે. જેથી મે ગાડીના દરવાજા પર મારું હાથ મુકી ગાડીની બારીમાંથી અંદર કરી આશીવાદ લેવા ગયો હતો અને નાગા બાવાએ મારા માથાના ભાગે હાથ મુકી તથા મને પીઠના ભાગે થપ્પો મારી મને આશીર્વાદ આપ્યા હતા.

નાગા બાવાએ મારી પાસેથી ચશ્મા અને મોબાઈલ ફોન માંગ્યા હતા. જેથી મે તેમને મારા ચશ્મા તથા મોબાઈલ ફોન આપ્યા હતા અને નાગા બાવાએ મારા ચશ્મા તથા મોબાઈલ ફોન હાથમા થઈને તેના બન્ને હાથમાં ફેરવી મને પરત આપી દીધા હતા. ત્યારબાદ નાગા બાવાએ મને કહ્યું હતું કે, તુમને જો હાથ મે વીંટી પહેની હે, વો ઉતારકે મુજે દે, જેથી મે મારા જમણા હાથમાં પહેરેલી વીંટી નાગા બાવાને આપી.

ત્યારબાદ નાગા બાવાએ મને કહ્યું હતું કે, તુમ્હારે ગલે મે ચેન હે વો ભી દે સકતે હો, જેથી મે ગળામાં પહેરેલી સોનાની ચેન કાઢી નાગા બાવાને આપી હતી. આ સમયે કાર ચાલકે હું કાર થોડી આગળ લઇ લઉ, તેમ કહીને મારી સોનાની વીંટી તથા સોનાની ઓમના પેન્ડલવાળી ચેન લઈને ભાગી ગયા હતા. આમ નાગા બાવાના વેશમાં ઠગે મને હિપ્નોટાઇઝ કરી મારી પાસેથી રૂપિયા 85 હજારના સોનાની ચેન અને વિટી લઈ ભાગી ગયા હતા. વેપારી બુમરાણ મચાવવા છતાં ગઠિયાઓ ભાગી ગયા હતા. જેથી પોલીસ નાગાબાવા સહિતના ગેંગને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

https://youtu.be/pfq3RQ43JkA

Related posts

મહાશિવરાત્રી પર્વે શહેરના રણમુક્તેશ્વર મહાદેવ મંદિર ખાતેથી શિવજી કી સવારી આરતી બાદ શહેરના રાજમાર્ગો પર નિકળી

admin

વડોદરા ડિવિઝનના તમામ રેલવે સ્ટેશન પર સુવિધા સૈનિક માટે સ્ટેશનની પ્લેટફોર્મ બેન્ચ અને વેઇટિંગ રૂમની બેઠકો અનામત

admin

લોહાણા ઉત્કર્ષ મહિલા મંડળ દ્વારા ભવ્ય મેડિકલ કેમ્પનું આયોજન : ૩૦૦થી વધુ મહિલાઓએ મેળવ્યો લાભ

admin

Leave a Comment