દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાશિવરાત્રી પર્વે શહેરના રણમુક્તેશ્વર મહાદેવ મંદિર ખાતેથી શિવજી કી સવારી આરતી બાદ શહેરના રાજમાર્ગો પર નિકળી હતી.વર્ષ 2013 થી સત્યમ્ શિવમ્ સુંદરમ્ સમિતિ દ્વારા શહેરમાં શિવજી કી સવારી નું ભવ્ય આયોજન કરવામાં આવે છે.ગત વર્ષે શિવજી કી સવારી ના ખર્ચને લઇને થોડું મનદુઃખ આયોજકોને હતું પરંતુ જ્યારે શ્રધ્ધા, ભક્તિ નો વિષય હોય આસ્થાનો વિષય હોય ત્યારે બધું બાજુએ મૂકીને મહાશિવરાત્રી પર્વે શિવજી કી સવારી ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના પ્રતાપનગર વિસ્તારમાં આવેલા રણમુક્તેશ્વર મહાદેવ મંદિર ખાતેથી સુવર્ણ જડીત શિવ પરિવાર સાથેની શિવજી કી સવારી આરતી બાદ નિકળી હતી.અહી આરતીમાં વડોદરાના સાંસદ ડો.હેમાગ જોશી, વડોદરા મહાનગરપાલિકાના પદાધિકારીઓ ધારાસભ્યો, વિપક્ષી નેતા,મ્યુનિસિપલ કાઉન્સિલરો તથા સત્યમ્ શિવમ્ સુંદરમ્ સમિતિના પદાધિકારીઓ સભયોની ઉપસ્થિતિ વચ્ચે આરતી બાદ શિવજી કી સવારી રાજમાર્ગ પર નિકળી હતી જ્યાં ઠેરઠેર શ્રધ્ધાળુઓએ ભગવાન ભોળેનાથ સહિતના પરિવારનું સ્વાગત કર્યું હતું.
શહેરના પ્રતાપનગર વિસ્તારમાં આવેલા રણમુક્તેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રી પર્વે સમયસર એટલે કે ચાર કલાકે શિવજી કી સવારી ને સાંસદ, વડોદરા મહાનગરપાલિકા ના પદાધિકારીઓ,ધારાસભ્યો, મ્યુનિસિપલ કાઉન્સિલરો, વિપક્ષી નેતા સહિતનાઓએ આરતી ઉતાર્યા બાદ પ્રસ્થાન કરાવવામાં આવી હતી.શિવજી કી સવારીમાં સંસ્કારી નગરીના શ્રધ્ધાળુઓ સ્વયંભૂ મોટી સંખ્યામાં જોડાયા હતા અને હર હર મહાદેવના જયઘોષ સાથે આ શિવજી કી સવારી નિકળી હતી જ્યાં ઠેરઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

