Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલા શ્રેયસ શાળામાં ધોરણ 10 ના વિદ્યાર્થીઓ ને ગુલાબના ફૂલ આપી પરીક્ષા ખંડમાં પ્રવેશ આપવાનું શરૂ કરવામાં આવ્યું

વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ શ્રેયસ વિદ્યાલય ખાતે ધોરણ 10 ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા પહોંચ્યા હતા ત્યારે શાળાના પ્રશાસન દ્વારા પરીક્ષા આપવા આવતા વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ આપી પ્રવેશ કરવામાં આવ્યો હતો સાથે તમામ વિદ્યાર્થીઓને ડર વિના પેપર લખવાનું સમજાવવામાં આવ્યું હતું..
શિક્ષણ મંત્રી કરતા આ વર્ષે બે અઠવાડિયા પહેલા પરીક્ષા લેવાનો નિર્ણય ખૂબ જ સુંદર કરવામાં આવ્યો હતો સાથે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે. ધોરણના 10ના વિદ્યાર્થીઓનું પેપર સવારે 10 વાગ્યે શરૂ થવાનું છે, જેને લઈને વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર પર પહોંચવા લાગ્યા છે. 9:15 વાગ્યે વિધાર્થીઓનું ચેકિંગ કરીને તિલક અને ફૂલ આપી કેન્દ્રમાં પ્રવેશ આપવાનું શરૂ કરાયું ધોરણ 12નું બપોરે 3 વાગ્યે પેપર શરૂ થવાનું છે. આ વર્ષે ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહ તથા વિજ્ઞાન પ્રવાહના મળીને કુલ 14,28,175 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જેમાં નિયમિત, રીપીટર, આઇસોલેટેડ, ખાનગી અને ખાનગી રીપીટર વિદ્યાર્થીઓ છે.
કાલે ધોરણ 10ના બોર્ડનું પ્રથમ ભાષાનું પેપર છે. જેમાં ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓને ગુજરાતી અને અંગ્રેજી મીડિયમના વિદ્યાર્થીઓને અંગ્રેજી ભાષાનું પેપર છે. જ્યારે 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓનું પ્રથમ પેપર અર્થશાસ્ત્ર અને 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓનું પ્રથમ પેપર ભૌતિક વિજ્ઞાન છે.

Related posts

વડોદરાના નવાપુરા વિસ્તારમાં બોમ્બ જેવો પદાર્થ મળતા ચકચાર, પોલીસ ગેસ ગ્રેનેડ હોવાનું ખુલ્યું

admin

વડોદરા ખાતે UTT બીજી પેરા નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2025-2026નું આયોજન

admin

મચ્છી પકડવા ગયેલ પ્રવીણભાઈનું પાણીમાં મગર ખેંચી લઈ જતા મોત નીપજ્યું હતું તેઓના પરિવારને સહાય માટે ધારાસભ્ય હસ્તે પરિવારને પાંચ લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો

admin

Leave a Comment