વારંમ વાર વોર્ડ નંબર 11 ની કચેરી ખાતે રજૂઆત કરવા છતાં પણ નિવારણ આવતું નથી
ત્યાંના સ્થાનિક કોર્પોરેટર અને ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ દ્વારા કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી
ત્યારે જય બજરંગ સોસાયટી દ્વારા આગામી સમયમાં કોર્પોરેશન નું ઇલેક્શન આવી રહ્યું છે તેનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો
જો ગટરના પાણીનું નિવારણ નહીં આવે તો આગામી સમયમાં વડોદરા મહાનગરપાલિકામાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે
તેવૉ સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું અને વોર્ડ નં 10 કાર્યકર્તા હાર્દિક નો સંપર્ક સાંધ્યો હતો અને તેઓએ જય બજરંગ સોસાયટીના રહીશો સાથે ચીમકી આપવામાં આવી હતી કે જે ગટર નુ પાણી ઉભરાય છે તેનું નિવારણ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને તેની જવાબદારી ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ અને કાઉન્સિલર સંગીતા ચોકસીની રહેશે
તૈવુ જય બજરંગ સોસાયટીના સ્થાનિકો દ્વારા મીડિયા સમક્ષ પૂરી માહિતી પુરી પાડી હતી
ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલર માત્રને માત્ર ખાલી વોટ માટે જ આવે છે પરંતુ જે ગટરની સમસ્યા છે તેને લઈને કોઈ નિવારણ લાવતા નથી

