અકસ્માત સ્થળે રીકન્સ્ટ્રક્શન કરતી પોલીસ
બાઈક સવારને 200 મીટર ઢસેડ્યો
સમા સાવલી રોડ પર ગતરાત્રે થાર ચાલક નબીરાએ બાઈક સવારને અડફેટે લેતા બાઇક્સવારનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યા બાદ આરોપીને સાથે રાખી ઘટના સ્થળે રી કન્સ્ટ્રક્શન કરી જરૂરી પુરાવા એકત્ર કર્યા હતા. આ અંગે સમા પીઆઇએ જણાવ્યું હતું કે, અકસ્માત દરમ્યાન લગભગ 200 મીટર ઢસેડ્યો હોય નિરીક્ષણ કર્યું છે. કાર ચાલકની ઓવર સ્પીડના કારણે અકસ્માત સર્જાયો છે.

